વધુ એક હવાલાકાંડ! Visavadar માં નોટોના બંડલ ગણતા 'AAP'ના કાર્યકરોનો વીડિયો વાયરલ
- Visavadar થી વધુ એક હવાલાકાંડનો વીડિયો વાયરલ
- વીડિયોમાં કેટલાક લોકો નોટોના બંડલ ગણતા દેખાયા
- નોટોની ગણતરી કરી થેલામાં ભરતા હોવાનો વીડિયો
- માંડાવડ અને રતાંગ ગામના રૂપિયા પહોંચાડ્યા હોવાની વાત
- કરકડી તેમજ બરડીયા ગામના થેલા તૈયાર થતા હોવાની વાત
- ગુજરાત ફર્સ્ટ હવાલાકાંડના વીડિયોની પુષ્ટિ કરતું નથી
Visavadar AAP Hawala Scandal: ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરતી આમ આદમી પાર્ટી હવે પોતે જ શંકાના દાયરામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિસાવદર તાલુકામાંથી પક્ષના કથિત હવાલાકાંડનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક શખ્સો નોટોના બંડલ ગણતા અને તેને થેલામાં ભરતા સ્પષ્ટપણે કેદ થયા છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની સત્યતાની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.
AAP ના વધુ એક હવાલાકાંડનો વિડીયો Visavadar થી થયો લીક
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે બે શખ્સો નોટોના થપ્પા સાથે બેઠા છે અને મતદારોને વહેંચવા માટે અલગ-અલગ ગામના નામ પ્રમાણે કવરો તૈયાર કરી રહ્યા છે. વીડિયોમાં એવી ચર્ચા પણ સંભળાઈ રહી છે કે માંડાવડ અને રતાંગ ગામના રૂપિયા તો આગલા દિવસે જ પહોંચાડી દેવામાં આવ્યા છે. જ્યારે અત્યારે કરકડી અને બરડીયા ગામ માટેના થેલા તૈયાર કરવામાં આવી રહ્યા છે.
AAP પાર્ટીના જ નેતાએ કર્યું 'સ્ટિંગ ઓપરેશન'?
આ વીડિયો કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ પાર્ટીના જ એક નારાજ કાર્યકર્તા કે નેતાએ ઉતાર્યો હોવાની પ્રબળ શક્યતા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂનાગઢ જિલ્લાના 'આપ'ના એક દિગ્ગજ નેતા ટિકિટ વહેંચણીના ખારને કારણે પક્ષથી નારાજ હતા. તેમણે જ મોકાની રાહ જોઈને આ 'સ્ટિંગ ઓપરેશન' (Sting Operation) પાર પાડ્યું હોવાની ચર્ચા પાર્ટીના આંતરિક વર્તુળોમાં શરૂ થઈ છે. વીડિયોમાં સંભળાતો અવાજ પણ તે નેતા સાથે મેચ થતો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Surat માં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે આક્રોશ, પોલીસ બંદોબસ્ત વચ્ચે જ આરોપીને લાફા ઝીંક્યા


