Visavadar By Election : AAP ના ગોપાલ ઈટાલિયાએ નોંધાવી ઉમેદવારી, અરવિંદ કેજરીવાલ રહ્યા ઉપસ્થિત
- વિસાવદર બેઠક પર AAP ના Gopal Italia એ નોંધાવી ઉમેદવારી
- આ પ્રસંગે અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઈસુદાન ગઢવીની ખાસ ઉપસ્થિતિ
- ફોર્મ ભરતા અગાઉ Gopal Italia એ જંગી રેલીનું આયોજન કર્યુ હતું
Visavadar By Election : ગુજરાતની કડી અને વિસાવદર બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. મુખ્ય રાજકીય પક્ષોએ આ બેઠકો પોતપોતાના ઉમેદવારો ઊભા રાખવાની કવાયત શરુ કરી દીધી છે. આજે વિસાવદર (Visavadar) બેઠક પર થનાર પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી (Aam Adami Party) ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જંગી રેલીનું આયોજન
જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠક પર થનાર પેટાચૂંટણી માટે આજે ગોપાલ ઈટાલિયાએ ફોર્મ ભર્યુ છે. ફોર્મ ભરતા અગાઉ ગોપાલ ઈટાલિયાએ એક જંગી રેલીનું આયોજન કર્યુ હતું. જેમાં સરદાર ચોકથી પ્રાંત કચેરી સુધી યોજાયેલ રેલીમાં મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ જોડાયા હતા. આપ કાર્યકર્તાઓ ઉપરાંત આ રેલીમાં દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આપ નેતા ગોપાલ રાય પણ જોડાયા હતા.
ગોપાલ ઈટાલિયાએ જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત
આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યુ છે. તેમણે પ્રાંત કચેરીએ અધિકારીને ફોર્મ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હતા. આ સમયે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે Gopal Italia એ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, હું કેશુભાઈ પટેલના સિધ્ધાંત અનુસાર વિસાવદરની સેવા કરીશ. વિસાવદરની બેઠક પર ઊભા રાખવા માટે ભાજપ અને કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી. આજે યોજાયેલ રેલીમાં ઉપસ્થિત જનમેદની દર્શાવે છે કે મારી જીત નિશ્ચિત છે.
-વિસાવદર પેટાચૂંટણી માટે ગોપાલ ઈટાલિયાએ ભર્યુ ફોર્મ
-વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઈટાલિયાએ ભર્યુ ફોર્મ
-ફોર્મ ભરતી વખતે અરવિંદ કેજરીવાલ, ભગવંત માન રહ્યા હાજર
-ફોર્મ ભરતા પહેલા ગોપાલ ઈટાલિયાએ કરી જંગી રેલી
-રેલીમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન જોડાયા હતા@AAPGujarat @Gopal_Italia… pic.twitter.com/zaxNiL6q41— Gujarat First (@GujaratFirst) May 31, 2025
આ પણ વાંચોઃ Amit Khunt Case : અનિરૂદ્ધસિંહ રીબડા સહિત ત્રણ સામે લૂક આઉટ નોટિસ જારી થશે
પેટા ચૂંટણી માટે ઉમેદવાર
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) ની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ કડીમાં ડો. ગીરીશ કાપડિયા અને વિસાવદરમાં કિશોરભાઈ કાનકડને ઉમેદવાર બનાવ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ કડીમાં યુવા નેતા જગદીશ ચાવડા અને વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાને તક આપી છે.
આ પણ વાંચોઃ Gujarat ના નળ સરોવરનું ખાસ મહેમાન બન્યું દુર્લભ આર્કટિક પક્ષી "સબાઇનનો ગુલ"