Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar by-Election : BJP ઉમેદવાર કિરીટ પટેલના AAP પર પ્રહાર, કહ્યું- 400 કરોડનાં શીશ મહેલમાં..!

ભેસાણ ખાતે સભા દરમિયાન પેરિસ જેવા રસ્તા બનાવવાનું કિરીટ પટેલે (Kirit Patel) લોકોને વચન આપ્યું હતું.
visavadar by election   bjp ઉમેદવાર કિરીટ પટેલના aap પર પ્રહાર  કહ્યું  400 કરોડનાં શીશ મહેલમાં
Advertisement
  1. Junagadh માં વિસાવદર વિધાનસભાનાં ભાજપ ઉમેદવારનું નિવેદન (Visavadar by-Election)
  2. પ્રચાર સભા દરમિયાન AAP પાર્ટી પર વરસ્યા કિરીટ પટેલ
  3. 400 કરોડનાં શીશ મહેલમાં રહેતા મુખ્યમંત્રી કરતા જયેશ રાદડિયા સારા : કિરીટ પટેલ
  4. 400 દીકરીઓનાં સમૂહ લગ્ન કરાવનાર જયેશભાઈ રાદડિયાને સારા ગણાવ્યા
  5. કિરીટ પટેલે જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી

Junagadh : જુનાગઢ જિલ્લામાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને (Visavadar Assembly by-election) લઈ સત્તારૂઢ ભાજપે તૈયારીઓ તેજ કરી છે. ભાજપે (BJP) આ બેઠક પર કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. કિરીટ પટેલનો હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પ્રચાર સભા દરમિયાન કિરીટ પટેલ AAP પર જબરદસ્ત પ્રહાર કરતા નજરે પડે છે. કિરીટ પટેલે (Kirit Patel) કહ્યું કે, 400 કરોડનાં શીશ મહેલમાં રહેતા મુખ્યમંત્રી કરતા જયેશ રાદડિયા સારા છે. તેમણે 400 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવનાર જયેશભાઈ રાદડિયાને (Jayesh Radadiya) સારા ગણાવ્યા હતા.

આ પણ વાંચો - Delhi Darwaza : અમદાવાદની જૂની ઓળખ દિલ્હી દરવાજા પાસે જૂનો દરવાજો ધરાશાયી

Advertisement

પ્રચાર સભા દરમિયાન AAP પાર્ટી પર વરસ્યા કિરીટ પટેલ!

જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી પર ભાજપનાં ઉમેદવાર કિરીટ પટેલનો હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં તેઓ આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહાર કરતા નજરે પડે છે. આ વાઇરલ વીડિયોમાં કિરીટ પટેલે 400 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવનાર જયેશભાઈ રાદડિયાને સારા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 400 કરોડનાં શીશ મહેલમાં રહેતા મુખ્યમંત્રી કરતા તો જયેશ રાદડિયા સારા છે.

Advertisement

આ પણ વાંચો - Arjun Modhwadia : રાહુલ ગાંધી પર અર્જુન મોઢવાડિયાએ કસ્યો તંજ! કહ્યું- ઘોડેસવાર જ રેસનાં ઘોડાને..!

'જો પેરિસ જેવા રસ્તા ન બને તો ધારાસભ્ય ને લાયક ન કહેવાઉ'

આ સાથે કિરીટ પટેલે (Kirit Patel) જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. ભેસાણ ખાતે સભા દરમિયાન પેરિસ જેવા રસ્તા બનાવવાનું કિરીટ પટેલે લોકોને વચન આપ્યું હતું. કિરીટ પટેલે કહ્યું કે, 'જો પેરિસ જેવા રસ્તા ન બને તો ધારાસભ્ય ને લાયક ન કહેવાઉ. 800 દિવસમાં પેરિસ જેવા રસ્તા બનાવી આપીશ.' જણાવી દઈએ કે, વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી (Visavadar Assembly by-election) પર કોંગ્રેસે (Congress) નીતિન રાણપરિયા, AAP એ ગોપાલ ઇટાલિયા અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષ એ કિશોરભાઈ કાનકડ (કાનપરિયા) ને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

આ પણ વાંચો - Surendranagar : ઘીનાં ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

Tags :
Advertisement

.

×