Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar By-Election : વિસાવદર પેટાચૂંટણીમાં મતદારો અંગે કલેક્ટરે આપી મહત્ત્વની માહિતી!

વિસાવદર વિધાનસભા હેઠળ કુલ 2 લાખ 61 હજાર 92 મતદાતા નોંધાયેલા છે, જેમાં પુરુષ મતદારની સંખ્યા કુલ 1 લાખ 35 હજાર 609 છે.
visavadar by election   વિસાવદર પેટાચૂંટણીમાં મતદારો અંગે કલેક્ટરે આપી મહત્ત્વની માહિતી
Advertisement
  1. જુનાગઢની વિસાવદર પેટાચૂંટણી અંતર્ગત કલેક્ટરની પ્રતિક્રિયા (Visavadar By-Election)
  2. વિસાવદર વિધાનસભા હેઠળ કુલ 2 લાખ 61 હજાર 92 મતદાતા નોંધાયેલા છે.
  3. પુરુષ મતદાતાઓની સંખ્યા કુલ 1 લાખ 35 હજાર 609 છે.
  4. જ્યારે સ્ત્રી મતદાતાઓની સંખ્યા 1 લાખ 25 હજાર 479 જટેલી છે.
  5. કુલ 294 મતદાન મથકો છે, જ્યાં 575 VVPAT મશીન મૂકાશે

જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર પેટાચૂંટણીની તારીખોની ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે, આજે વિસાવદર પેટાચૂંટણી અંગે કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે વિસાવદર વિધાનસભા (Visavadar By-Election) હેઠળ મતદાતાઓ અંગે માહિતી આપી છે. કલેક્ટરે કહ્યું કે, વિસાવદર વિધાનસભા હેઠળ કુલ 2 લાખ 61 હજાર 92 મતદાતા નોંધાયેલા છે, જેમાં પુરુષ મતદારની સંખ્યા કુલ 1 લાખ 35 હજાર 609 છે. જ્યારે સ્ત્રી મતદાતા 1 લાખ 25 હજાર 479 છે.

આ પણ વાંચો - By-Election : ભાજપ-કોંગ્રેસ-આપ માટે મહત્વની બેઠક વિસાવદર પર ત્રિપાંખીયો જંગ, દિગ્ગજોએ આપી પ્રતિક્રિયા

Advertisement

Advertisement

વિસાવદર પેટાચૂંટણી હેઠળ કુલ 2 લાખ 61 હજાર 92 મતદાતા

વિસાવદર વિધાનસભા (Visavadar By-Election) હેઠળ આવતા મતદાતાઓ અંગે કલેક્ટર અનિલ રાણાવસિયાએ માહિતી આપી છે કે કુલ 2 લાખ 61 હજાર 92 મતદાતા છે, જેમાં પુરુષ મતદારની સંખ્યા 1,35,609 અને સ્ત્રી મતદાતા 1,25,479 છે. જ્યારે કુલ 294 મતદાન મથકો આવેલા છે, જ્યાં મતદાન કરવા માટે 575 VVPAT મશીન મૂકાશે. કલેક્ટરે જણાવ્યું કે, પેટાચૂંટણી દરમિયાન 1884 અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ પર તહેનાત રહેશે. ઉમેદવારી પત્રક ભરવાની તારીખ 2 જૂન રહેશે, જ્યારે ફોર્મ ચકાસણી 3 જૂનનાં રોજ કરવામાં આવશે.

આ પણ વાંચો - જે લોકો બહેનોનું સિંદૂર ભૂસવાની કોશિશ કરશે તેઓ ભૂંસાઈ જશે - PM Modi

કડી અને વિસાવદરની પેટાચૂંટણી, 19 જૂને મતદાન

જણાવી દઈએ કે, ગઈકાલે ગુજરાતની 2 બેઠકો કડી (Kadi) અને વિસાવદરની (Visavadar) પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ બંને બેઠકો પર 19 જૂને મતદાન યોજાશે. તેમ જ બન્ને બેઠકોનું પરિણામ 23 મી જૂને જાહેર કરાશે. 26 મેથી ઉમેદવારો ચૂંટણી લડવા માટેનું ફોર્મ ભરી શકશે. જો વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક ભાજપ-કોંગ્રેસ-આપ એમ ત્રણેય પક્ષો માટે મહત્ત્વની છે. આ બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે.

આ પણ વાંચો - PM Modi Gujarat Visit : 'વિકાસ પુરુષ' ને જોવા જનમેદની ઉમટી, દાહોદની ભૂમિથી આપ્યું મોટું નિવેદન!

Tags :
Advertisement

.

×