Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar By Election : ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસ પર ઉમેદવારોની ખરીદીનો લગાવ્યો આરોપ, સ્ટિંગનો પણ દાવો કર્યો

વિસાવદર બેઠક પર થનાર પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ કરેલા દાવાથી ચકચાર મચી ગઈ છે. તેમણે ભાજપ-કોંગ્રેસ પર ઉમેદવારોની ખરીદીનો આરોપ લગાવ્યો છે. વાંચો વિગતવાર.
visavadar by election   ગોપાલ ઈટાલિયાએ ભાજપ કોંગ્રેસ પર ઉમેદવારોની ખરીદીનો લગાવ્યો આરોપ  સ્ટિંગનો પણ દાવો કર્યો
Advertisement
  • ગોપાલ ઈટાલિયાના દાવાથી ગુજરાત રાજકારણમાં ખળભળાટ
  • તેમણે ભાજપ-કોંગ્રેસ પર ઉમેદવારોની ખરીદીનો આરોપ લગાવ્યો છે
  • ગોપાલ ઈટાલિયા અને પ્રવીણ રામ પ્રાંત કચેરીએ પહોંચ્યા

Visavadar By Election : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. બંને બેઠકો જીતવા માટે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. હવે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે ભાજપ અને કોંગ્રેસ પર ઉમેદવારોની ખરીદીનો આરોપ લગાવ્યો છે. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે કે, આ આખી ઘટનાનું સ્ટિંગ ઓપરેશન પણ તેમણે કર્યુ છે.

2 લાખમાં સોદો

વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતાને 2 લાખમાં ખરીદવા માટે ઓફર કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ આખી ઘટનાનું સ્ટિંગ કર્યુ હોવાનો પણ દાવો કર્યો છે. આ બાબતને સાબિત કરવા ગોપાલ ઈટાલિયા અને પ્રવીણ રામ પ્રાંત કચેરીએ પૂરા 2 લાખ રોકડા લઈને પહોંચ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો પણ શેર કર્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ    Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-159 કેન્સલ કરાઈ

Advertisement

વિસાવદર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ

વિસાવદર બેઠક પરની પેટાચૂંટણી ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે નીતિન રાણપરીયા પર પસંદગી ઉતારી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકીટ આપી છે. વિસાવદર બેઠક પર ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપ અને આમ આદમી પાર્ટીએ આયાતી ઉમેદવારોના સવાલોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા એડીચોટીનું જોર લગાવીને રોજે રોજ પ્રચાર કરી રહ્યા છે. જો કે તેમને સનાતન ધર્મ મુદ્દે આપેલ નિવેદન બદલ વિરોધનો પણ ભોગ બનવું પડ્યું હતું. અનેક સંતો સહિત જૂનાગઢના કિન્નર અખાડાએ પણ ગોપાલ ઈટાલિયાનો વિરોધ કર્યો હતો. હવે વિસાવદર બેઠકની જંગમાં ગોપાલ ઈટાલિયાએ સ્ટિંગ ઓપરેશનનો મુદ્દો ઉમેરીને ચકચાર મચાવી દીધી છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: આગામી 36 કલાકમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

Tags :
Advertisement

.

×