Visavadar by-Election : વિસાવદર બેઠક પર ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો, હવે 16 વચ્ચે ચૂંટણી જંગ, જાણો કારણ
- વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં 3 ફોર્મ પરત ખેંચાયા (Visavadar by-Election)
- હવે કુલ 16 ઉમેદવાર વચ્ચે જામશે ચૂંટણીનો જંગ
- સિહોરનાં પતિ-પત્નીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું
- કલ્પનાબેન અને અનિલ ચાવડાએ અપક્ષમાંથી ફોર્મ પરત ખેંચ્યું
- દલસુખ હિરપરાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેચ્યું
Visavadar by-Election : જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પેટાચૂંટણી માટે ભરાયેલા ફોર્મ પૈકીનાં 3 ફોર્મ પરત ખેંચાયા છે. આથી, હવે કુલ 16 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. સિહોરનાં પતિ-પત્ની અને અન્ય એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવારોની સંખ્યા 16 થઈ છે.
આ પણ વાંચો - Visavadar by-Election : BJP ઉમેદવાર કિરીટ પટેલના AAP પર પ્રહાર, કહ્યું- 400 કરોડનાં શીશ મહેલમાં..!
સિહોરનાં પતિ-પત્ની અને અન્ય એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા
જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી પર હવે કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. આ પહેલા ઉમેદવારોની સંખ્યા 19 હતી. જો કે, 3 ઉમેદવારોએ કોઈ કારણસર ફોર્મ પરત ખેંચી લેતા ઉમેદવારોની સંખ્યા 16 એ પહોંચી છે. માહિતી અનુસાર, સિહોરનાં પતિ-પત્ની અનિલ ચાવડા અને કલ્પનાબેન ચાવડાએ અપક્ષમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. આ ઉપરાંત, દલસુખ હિરપરાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેચ્યું છે. સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યાનો આ ત્રણેય ઉમેદવારોએ દાવો કર્યો છે. જો કે, ફોર્મ પરત ખેંચાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Arjun Modhwadia : રાહુલ ગાંધી પર અર્જુન મોઢવાડિયાએ કસ્યો તંજ! કહ્યું- ઘોડેસવાર જ રેસનાં ઘોડાને..!
15 ઉમેદવારથી વધુ ઉમેદવાર હોવાથી 2 બીયુનો ચૂંટણીમાં ઉપયોગ
જણાવી દઈએ કે, ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. 15 ઉમેદવારથી વધુ ચૂંટણી મેદાનમાં હોવાથી હવે 2 બીયુનો ચૂંટણીમાં ઉપયોગ થશે. વિસાવદર બેઠક પર પેટાચૂંટણી (Visavadar Assembly by-election) માટે 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને પરિણામ 23 મી જૂને જાહેર કરાશે. અગાઉ ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી દરમિયાન કુલ 19 ફોર્મ માન્ય રખાયા હતા.
આ પણ વાંચો - Dwarka : ગોમતી નદીમાં એક સાથે 7 યાત્રિકો ડૂબ્યાં, નાની ઉંમરની યુવતીનું મોત