ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Visavadar by-election : ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ સામે પરેશ ધાનાણીની આકરી પ્રતિક્રિયા

ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) કથિત વીડિયો જાહેર કરી દાવા સાથે કોંગ્રેસ સામે AAP નેતાને 2 લાખ રૂપિયામાં ખરીદવાના પ્રયાસનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
11:44 PM Jun 17, 2025 IST | Vipul Sen
ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) કથિત વીડિયો જાહેર કરી દાવા સાથે કોંગ્રેસ સામે AAP નેતાને 2 લાખ રૂપિયામાં ખરીદવાના પ્રયાસનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
Paresh D_gujarat_first
  1. વિસાવદરનાં ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો ચોંકાવનારો દાવો (Visavadar by-election)
  2. AAP નેતાને 2 લાખમાં ખરીદવાનાં પ્રયાસનો કોંગ્રેસ પર આક્ષેપ
  3. ઈટાલિયાના આક્ષેપ પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો ખુલાસો
  4. કૌભાંડી કેજરીવાલે ખોટા વીડિયો બનાવી વાઇરલ કર્યા : ધાનાણી

જુનાગઢ (Junagadh) જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Visavadar Assembly by-election) થવાની છે. 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને 23 મી જૂને પરિણામ જાહેર થશે. હાલ, વિસાવદરમાં ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે. દરમિયાન, AAP નેતા અને વિસાવદરનાં ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) કથિત વીડિયો જાહેર કરી દાવા સાથે કોંગ્રેસ સામે AAP નેતાને 2 લાખ રૂપિયામાં ખરીદવાના પ્રયાસનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ આરોપ સામે હવે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની (Paresh Dhanani) પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો - Gondal : વીજ તંત્રની મનમાનીથી રોષે ભરાયા લોકો, કચેરીમાં બેસીને રામધૂન બોલાવી

કૌભાંડી કેજરીવાલે ખોટા વીડિયો બનાવી વાઇરલ કર્યા : ધાનાણી

AAP નેતા ગોપાલ ઈટાલિયાનાં આરોપ સામે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, 'કૌભાંડી કેજરીવાલે ખોટા વીડિયો બનાવી વાઇરલ કર્યા છે. વિસાવદર નાનું છે એટલે એક હોટલમાં બધા પક્ષના લોકો રહે છે. કોંગ્રેસ (Congress) પાસે ખાવાના ફાંફા છે છતાં બંધારણ બચાવવા લડત લડે છે. હાર ભાળી ગયેલા લોકો ભેંસાણ-વિસાવદરનાં લોકોને ભ્રમિત કરે છે.' પરેશ ધાનાણીએ (Paresh Dhanani) આરોપ લગાવી કહ્યું કે, 'પોતાના માણસને જ ખાલી ખિસ્સે મોકલી હોટેલ અંદર જઈ રકમ આપી આખો વીડિયો બનાવ્યો છે. ત્રણ દિવસ કેજરીવાલ રોકાયા પણ હાર ભાળી ગયા એટલે જ કૌભાંડી રકમનું પોટલું ખોલતા ગયા છે.'

આ પણ વાંચો - IAS Transfer : અશ્વિની કુમાર, એમ. થેન્નારાસન સહિત 13 IAS અધિકારીની બદલી, 9 DYSO નું પણ ટ્રાન્સફર

ગોપાલ ઈટાલિયાએ ઘટનાનું સ્ટિંગ ઓપરેશન કર્યાનો દાવો કર્યો

જણાવી દઈએ કે, આ પહેલા આમ આદમી પાર્ટીનાં (AAP) ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પર ઉમેદવારોની ખરીદીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો કે, તેમણે આ આખી ઘટનાનું સ્ટિંગ ઓપરેશન પણ કર્યુ છે. ગોપાલ ઈટાલિયાએ આરોપી લગાવી કહ્યું કે, આમ આદમી પાર્ટીનાં નેતાને 2 લાખમાં ખરીદવા માટે ઓફર કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ આખી ઘટનાનું સ્ટિંગ કર્યુ હોવાનો પણ દાવો કર્યો હતો. આ બાબતને સાબિત કરવા ગોપાલ ઈટાલિયા અને પ્રવીણ રામ (Praveen Ram) પ્રાંત કચેરીએ પૂરા 2 લાખ રોકડા લઈને પહોંચ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો પણ શેર કર્યો હતો.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : શૈક્ષણિક સત્ર ફરી ક્યારે શરૂ થશે ? BJ મેડિકલ કોલેજનાં ડીને આપી માહિતી

Tags :
AAPBJPCongressGopal ItaliaGopal Italia's Sting Operation VideoGUJARAT FIRST NEWSGujarat PoliticsJunagadhParesh DhananiPraveen RamTop Gujarati NewsVisavadar by-Election
Next Article