Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar by-Election : ઇસુદાન ગઢવીના BJP ઉમેદવાર કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ

તેમણે કહ્યું કે, બીજેપી ઉમેદવારે પોતાની પત્નીને લાખોની લોન આપ્યાનો ઉમેદવારી ફોર્મમાં ઉલ્લેખ પણ કર્યો છે.
visavadar by election   ઇસુદાન ગઢવીના bjp ઉમેદવાર કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ
Advertisement
  1. વિસાવદર ભાજપ ઉમેદવાર પર ઇસુદાન ગઢવીના ગંભીર આરોપ (Visavadar by-Election)
  2. ઉમેદવાર કિરીટ પટેલની 1 વર્ષમાં આવક ચાર ગણી થઈ : ઇસુદાન ગઢવી
  3. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે : ઇસુદાન ગઢવી
  4. પોતાની ગાડી હોવા છતાં એફિડેવિટમાં દર્શાવી નથી : ઇસુદાન ગઢવી
  5. 'પોતાની પત્નીને લાખોની લોન આપ્યાનો ફોર્મમાં ઉલ્લેખ'

Visavadar by-Election : જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ (AAP) જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. દરમિયાન, વિસાવદર ભાજપ ઉમેદવાર પર ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ (Isudan Gadhvi) ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યા કે, બીજેપી વિસાવદર ઉમેદવાર કિરીટ પટેલની (Kirit Patel) 1 વર્ષમાં આવક 4 ગણી થઈ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત, પણ પોતાની આવક ચાર ગણી કરી?

આ પણ વાંચો - Visavadar by-Election : વિસાવદર બેઠક પર ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો, હવે 16 વચ્ચે ચૂંટણી જંગ, જાણો કારણ

Advertisement

ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે : ઇસુદાન ગઢવી

જુનાગઢ જિલ્લાનાં વિસાવદરમાં હાલ ચૂંટણીનો માહોલ (Visavadar by-Election) જામ્યો છે. દરમિયાન, ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિસાવદર BJP ઉમેદવાર કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે આરોપ સાથે કહ્યું કે, બીજેપી વિસાવદર ઉમેદવાર કિરીટ પટેલની 1 વર્ષમાં આવક 4 ગણી થઈ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત, પણ પોતાની આવક 4 ગણી કરી? તેમણે કહ્યું કે, બીજેપી ઉમેદવાર કિરીટ પટેલે (Kirit Patel) ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે. બીજેપી ઉમેદવારે પોતાની પત્નીને લાખોની લોન આપ્યાનો ઉમેદવારી ફોર્મમાં ઉલ્લેખ પણ કર્યો છે. પોતાની પત્નીને ઘર-ઘરમાં જ કોણ લાખોની લોન આપે છે ?

Advertisement

આ પણ વાંચો - Visavadar by-Election : BJP ઉમેદવાર કિરીટ પટેલના AAP પર પ્રહાર, કહ્યું- 400 કરોડનાં શીશ મહેલમાં..!

'આમ આદમી પાર્ટી જરૂર પડે કોર્ટનો દરવાજો ખખડાવશે'

ઇસુદાન ગઢવીએ (Isudan Gadhvi) આરોપ લગાવ્યો કે, વિસાવદર અને ગુજરાતની જનતામાં ચર્ચા છે કે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી ? ખેડૂતોની આવકથી ગાડી અને પોતાનાં ઘરમાં જ લોન આપ્યાની શંકા છે? કયા કૌભાંડ કરી આટલા રૂપિયા ભેગા કર્યા ? જનતાને જવાબ આપે. ચૂંટણી અધિકારી બીજેપી ઉમેદવાર કિરીટ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરે એવી માગ પણ ઇસુદાન ગઢવીએ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી જરૂર પડે કોર્ટનો દરવાજો ખખડાવશે. જો કે, હવે ઇસુદાન ગઢવીનાં આક્ષેપો સામે કિરીટ પટેલ શું અને ક્યારે પ્રતિક્રિયા આપે છે તેનાં પણ સૌની નજર છે.

આ પણ વાંચો - Arjun Modhwadia : રાહુલ ગાંધી પર અર્જુન મોઢવાડિયાએ કસ્યો તંજ! કહ્યું- ઘોડેસવાર જ રેસનાં ઘોડાને..!

Tags :
Advertisement

.

×