Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar by-Election : BJP ના ઉમેદવારની રેસમાં આ બે નામ સૌથી આગળ!

વાવ પેટા ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. ત્યારે હવે સૌની નજર આગામી દિવસોમાં યોજાનાર વિસાવદરની પેટા ચૂંટણી પર છે...
visavadar by election   bjp ના ઉમેદવારની રેસમાં આ બે નામ સૌથી આગળ
Advertisement
  1. વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત પહેલા અટકળો તેજ (Visavadar by-Election)
  2. ભાજપ, કોંગ્રેસ, AAP વચ્ચે જામી શકે છે ત્રિપાંખિયો જંગ
  3. ભાજપના ઉમેદવાર કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ
  4. પૂર્વ MLA હર્ષદ રીબડિયાને ભાજપ ઉતારશે મેદાને ?

Visavadar by-Election : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે (BJP) શાનદાર જીત હાંસલ કરી હતી. જ્યારે આ પહેલા યોજાયેલ વાવની પેટા ચૂંટણીમાં (Vav by-Election) પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. જો કે, વાવ પેટા ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. ત્યારે હવે સૌની નજર આગામી દિવસોમાં યોજાનાર વિસાવદરની પેટા ચૂંટણી પર છે, જેને લઈને અટકળોનો માહોલ પણ ગરમાયો છે.

Advertisement

આ પણ વાંચો - South Gujarat : એક સાથે 4 જિલ્લામાં 'વીજળી ગુલ'! કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ!

Advertisement

ઉમેદવારોનાં નામોને લઈ અનેક કયાસ

જણાવી દઈએ કે, રાજકીય નિષ્ણાતોનાં મતે વિસાવદરની પેટા ચૂંટણીમાં (Visavadar by-Election) પણ ભાજપ, કોંગ્રેસ (Congress) અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ જામી શકે છે. જો કે, ત્રણેય પક્ષનાં ઉમેદવાર કોણ હશે ? તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ઉમેદવારોનાં નામોને લઈ અનેક કયાસ લગાવવામાં આવી રહ્યા છે જે મુજબ, પૂર્વ MLA હર્ષદ રીબડિયાને (Harshad Ribadiya) ભાજપ ચૂંટણી મેદાને ઉતારી શકે છે અથવા તો ભાજપ પેટા ચૂંટણીમાં ભૂપત ભાયાણીને પણ તક આપી શકે છે. જ્યારે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે બીજેપી નવા ચહેરાને જવાબદારી સોંપી શકે છે.

Advertisement

આ પણ વાંચો - Surat : MLA કુમાર કાનાણીનો વધુ એક લેટરબોમ્બ! હવે SMC અને પો. કમિશનરને લખ્યો પત્ર

હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણીનાં નામ ચર્ચામાં!

ઉલ્લેખનીય છે કે, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં (BJP) આવ્યા છે. જ્યારે ભૂપત ભાયાણી (Bhupat Bhayani) આમ આદમી પાર્ટી (AAP) સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. જો કે, વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપનો ચહેરો કોણ જશે એ તો પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત બાદ જ જાણી શકાશે. પરંતુ, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે વાવની જેમ વિસાવદરની પેટા ચૂંટણી પણ ખૂબ જ રોમાંચક અને રસાકસી વાળી રહેશે અને ચૂંટણીમાં જબરદસ્ત ત્રિપાંખિયો જંગ જોવા મળશે. જ્યારે ચૂંટણીનું પરિણામ પણ ચોંકાવનારું રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો - Surendranagar : લીંબડી-ધંધુકા હાઈવે નજીક ટેન્કર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત

Tags :
Advertisement

.

×