By-Election : ભાજપ-કોંગ્રેસ-આપ માટે મહત્વની બેઠક વિસાવદર પર ત્રિપાંખીયો જંગ, દિગ્ગજોએ આપી પ્રતિક્રિયા
- Visavadar માં પણ ભાજપની જીત નક્કી જ છે - Yagnesh Dave
- ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ક્યારેય નહીં ચાલે - Shaktisinh Gohil
- વિસાવદરની પેટાચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોની ચૂંટણી છે - Isudaan Gadhvi
- કોંગ્રેસને વિસાવદરની જનતા જવાબ આપશે અને આમ આદમી પાર્ટીને મત આપશે - Gopal Italia
Visavadar By-Election : ગુજરાતની 2 બેઠકો કડી (Kadi) અને વિસાવદર (Visavadar) ની પેટાચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેમાં બંને બેઠકો પર 19 જૂને મતદાન યોજાશે. તેમજ બન્ને બેઠકોનું પરિણામ 23મી જૂને જાહેર કરાશે. 26 મેથી ઉમેદવારો ચૂંટણી લડવા માટેનું ફોર્મ ભરી શકશે. જો વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક ભાજપ-કોંગ્રેસ-આપ એમ ત્રણેય પક્ષો માટે મહત્વની છે. તેથી જ આ ત્રણેય પક્ષોએ પેટાચૂંટણી માટેની તૈયારીઓ આરંભી દીધી છે.
ભાજપનો વિશ્વાસ
વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી મુદ્દે રાજ્યના સત્તાપક્ષ ભાજપે વિશ્વાસ જાહેર કર્યો છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે (Yagnesh Dave) એ વિસાવદરમાં BJP ની જીત નક્કી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ પેટાચૂંટણી સંદર્ભે ભાજપના કાર્યકરો સજ્જ છે. ભાજપનો કાર્યકર સતત પ્રજાની વચ્ચે જ રહે છે. બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારો જ જીતશે. વિસાવદરમાં પણ ભાજપની જીત નક્કી જ છે. જનતા હવે કોંગ્રેસ સાથે નથી અને AAP પર લોકોને વિશ્વાસ નથી રહ્યો. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) એ પણ વિસાવદરની જનતાને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ચુંટણીપંચના પેટાચૂંટણીના આ નિર્ણયને હું આવકરું છું. વિસાવદરની જનતાને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપો કારણ કે, વિકાસ માટે સરકારને સાથ આપવો ખૂબ જરૂરી છે. અન્ય એક પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા (Harshad Ribadia) એ વિસાવદરમાં ભાજપ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, અમે ખેડૂતો માટે વર્ષોથી કામ કરીએ જ છીએ. પાર્ટીનો એક-એક કાર્યકર્તા ખૂબ કામ કરી રહ્યો છે. જેને પાર્ટી ટિકિટ આપશે તે જંગી લીડથી જીતીશે.
રાજ્યમાં પેટાચૂંટણીને લઇ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન
પેટાચૂંટણીને લઇ ભાજપના કાર્યકરો સજ્જ છે: યજ્ઞેશ દવે
ભાજપનો કાર્યકર સતત પ્રજાની વચ્ચે જ રહે છે: યજ્ઞેશ દવે
બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારો જ જીતશે: યજ્ઞેશ દવે
વિસાવદરમાં પણ ભાજપની જીત નક્કી જ છે: યજ્ઞેશ દવે
જનતા હવે… pic.twitter.com/RzCyYs8nnX— Gujarat First (@GujaratFirst) May 25, 2025
કોંગ્રેસનું એકનું એક રટણ
વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) એ આ પેટાચૂંટણી મુદ્દે ફરીથી એકનું એક રટણ કર્યુ છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ક્યારેય નહીં ચાલે. AAP કહેતી હતી કે કોંગ્રેસ શૂન્ય થઈ જશે પરંતુ વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર જ જીતશે. અમે પેટાચૂંટણીવાળી બેઠકો પર પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે. વિસાવદર બેઠક માટે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) , પુંજાભાઈ વંશ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયાની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પેટાચૂંટણીની જાહેરાત બાદ મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ક્યારેય નહીં ચાલે: શક્તિસિંહ
વિસાવદરમાં પણ કોંગ્રેસનો ઉમેદવાર જ જીતશે: શક્તિસિંહ
AAP કહેતી હતી કોંગ્રેસ શૂન્ય થઇ જશે: શક્તિસિંહ
બન્ને બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો કામે લાગી ગયા છે: શક્તિસિંહ
બન્ને… pic.twitter.com/qRWfCLhZFN— Gujarat First (@GujaratFirst) May 25, 2025
આમ આદમી પાર્ટીની તૈયારીઓ
આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયા (Gopal Italia) પર પસંદગી ઉતારી છે. ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટી બંને વિસાવદરની પેટાચૂંટણીને લઈને બહુ ઉત્સાહી છે. ગોપાલ ઈટાલિયાએ વિસાવદર બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવતા પાર્ટીનો આભાર માન્યો છે. તેમણે પાર્ટીએ કરેલા સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો છે. Gopal Italia એ વિસાવદરની જનતાને પણ આ પેટાચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી છે. ગોપાલ ઈટાલિયાએ 5 મુદ્દા પર આ બેઠકની પેટાચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. જેમાં વિસાવદરના રોડ-રસ્તાની બિસ્માર હાલત, સૌની યોજનાની નિષ્ફળતા, ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર, જમીન માપણીમાં ખેડૂતોને અન્યાય, માલધારીઓને વેઠવી પડતી મુશ્કેલીઓ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ PM Modi ગાંધીનગરના મહાત્મા મંદિરથી 5,536 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે
Gopal Italia ના કોંગ્રેસ પર વાકપ્રહાર
વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર Gopal Italia બહુ ઉત્સાહી છે. તેમણે આ બેઠક પર આમ આદમી પાર્ટીને ભારે સરસાઈથી જીત મળશે તેમ જણાવ્યું હતું. તેમણે આ પ્રસંગે કોંગ્રેસ પર પણ આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરીને અમારી સાથે દગો કર્યો છે. કોંગ્રેસને વિસાવદરની જનતા જવાબ આપશે અને આમ આદમી પાર્ટીને મત આપશે.
Isudaan Gadhvi નો હૂંકાર
વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી (Isudaan Gadhvi) એ આ પેટાચૂંટણી મુદ્દે જણાવ્યું છે કે, ગોપાલ ઈટાલિયાનો ભવ્ય વિજય થશે. વિસાવદરની પેટાચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોની ચૂંટણી છે. આ ચૂંટણી આપ પાર્ટી જ નથી લડી રહી પણ ખેડૂતોય લડી રહ્યા છે. ભાજપે ધારાસભ્યો ખરીદીને વીસાવદરના ખેડૂત અને જનતાનું અપમાન કર્યુ છે. અમારુ લક્ષ્ય ભાજપને હરાવવાનું છે.
- રાજ્યની 2 વિધાનસભા પેટાચૂંટણીની જાહેરાત અંગે આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા
- વીસાવદર બેઠક પર ઉમેદવર ગોપાલ ઇટાલિયાનો વિજય થશે
- કડી વિધાનસભા પેટા ચૂંટણીની બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે @isudan_gadhvi @Gopal_Italia @AamAadmiParty @BJP4India @INCIndia… pic.twitter.com/TcpeZRit3f— Gujarat First (@GujaratFirst) May 25, 2025
આ પણ વાંચોઃ PM Narendra Modi ભુજથી 53,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે