Aapagiga Controversy: ‘મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે’ મહંત વિજયબાપુએ તોડ્યું મૌન
- મહંત વિજયબાપુએ તમામ આરોપોને ફગાવી દીધાં
- મારી સામેનું આ એક ષડયંત્ર રચાયું છે: વિજયબાપુ
- સમય આવશે ત્યારે જવાબ મળી જશે: વિજયબાપુ
- અમે તો અલખની જ્યોત જલાવીને બેઠા: વિજયબાપુ
Satadhar Aapagiga Controversy: અમરેલીમાં આવેલા સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. આપાગીગાના ગાદીપતિ વિજયબાપુ પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. અત્યારે આપાગીગા ગાદી વિવાદ મામલે મોટો સમાચાર સામે આવ્યાં છે. સતાધારના મહંત વિજય બાપુ પર તેમના મોટાભાઈએ આક્ષેપો કર્યાં હતાં. સતાધારના મહંત વિજયબાપુએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. એટલું જ નહીં પરંતુ મહંત વિજયબાપુએ તમામ આરોપોને ફગાવી દીધાં છે.
પોતાના પર લાગેલા આક્ષેપોને વિજયબાપુએ પાયાવિહોણા ગણાવ્યા
વિજયબાપુએ કહ્યું કે, મારી સામેનું આ એક ષડયંત્ર રચાયું છે, અમારી પાસે એવો કોઈ ઉદ્યોગ નથી, જેના કારણે અમે આવો ભ્રષ્ટાચાર કરી શકીએ. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાથી કરોડો રૂપિયા આવે? અત્યારે સરકારના આટલા રૂલ્સ અને કાયદાઓ ચાલે છે. 10-10 રૂપિયા અમારી આ સંસ્થાની આજીવિકા હોય છે.’ આરોપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું કે, તેમના આક્ષેપો વર્ચસ્વ ઊભુ કરવા માટેના છે. આવી રીતે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આ બધા પાયાવિહોણા આક્ષેપો છે.
આ પણ વાંચો: Dediapada: ‘અમારું પણ પુષ્પા-3 આવવાનું જ છે’ ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર
સમય આવશે ત્યારે જવાબ મળી જશેઃ વિજયબાપુ
વધુમાં તેમણે કહ્યું કે, મારી સામે આ એક ષડયંત્ર રયાયું છે અને સમય આવશે ત્યારે જવાબ મળી જશે.અમે તો અલખની જ્યોત જલાવીને બેઠા છીએ. અમારી પાસે ક્યાં એવો કોઈ ઉદ્યોગ છે અને અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય?. નોંધનીય ચે કે, સતાધારના ગાદીપતિ વિજયબાપુએ સરકાર દ્વારા સ્થાનિક કમિટી બનાવવાની માંગણી કરી છે. આ સાથે હું હંમેશા તપાસમાં સહકાર આપીશ એવું પણ વિજયબાપુએ જણાવ્યું છે.
આ પણ વાંચો: ઇકો ઝોનનો મામલો ગરમાયો, વિરોધ માટે ગીર પંથકમાં યોજાઈ રહી છે ખાટલા બેઠક
પૂર્વ વહીવટદાર નીતિન ચાવડાએ કેવા આક્ષેપો કર્યાં?
આક્ષેપોની વાત કરવામાં આવે તો, પૂર્વ વહીવટદાર નીતિન ચાવડા દ્વારા કરાયેલા આક્ષેપો અનુસાર મંદિર પાસે કૂલ 1200-1300 વિઘા જમીન છે. જેની વાર્ષિક આવક 50 કરોડથી પણ વધારે છે. આ ઉપરાંત ધર્માદાની 100 કરોડ કરતા વધારે આવક છે. આ ઉપરાં બિનકાયદેસર 60 દુકાનો છે જેનું વાર્ષિક ભાડુ 2 થી 2.50 લાખ ભાડું છે. જો કે આ તમામ નાણાનો ગેરમાર્ગે ઉપયોગ થઇ રહ્યાનો આક્ષેપ પૂર્વ વહીવટદાર નીતીન ભાઇ ચાવડાએ લગાવ્યો છે.
આ પણ વાંચો: VADODARA : સાંસદ ડો. હેમાંગ જોષી વિરૂદ્ધની પીટીશન નામંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટ