Kon Banse Gujarat no Genius E-7: ખેતરમાં મહેનત અને આંખોમાં અધિકારી બનવાનું સપનું! ભાભરના અર્જુનસિંહ દરબાર પહોંચ્યા KBGG ના મંચ પર
ગુજરાત ફર્સ્ટના મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ’માં વાવ-થરાદના ભાભરના અર્જુનસિંહ દરબારે સ્થાન મેળવ્યું છે. ખેડૂત પરિવારના અર્જુનસિંહ ખેતીકામ સાથે સરકારી નોકરીની તૈયારી કરે છે. ડિજિટલ દંગલના પ્રથમ રાઉન્ડમાં પસંદગી મેળવી તેઓ KBGG સુધી પહોંચ્યા. કાર્યક્રમમાં ડૉ. વિવેક કુમાર ભટ્ટના સંચાલન હેઠળ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને ડિફેન્સ PRO અભિષેક તિવારી ઉપસ્થિત રહ્યા.
Advertisement
Kon Banse Gujarat no Genius E-7: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આયોજિત મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ’ (KBGG) રાજ્યની પ્રતિભાઓને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક આપી રહ્યો છે. જ્ઞાન, બુદ્ધિ, અદભુત સ્કિલ, ઝડપ અને આત્મવિશ્વાસની કસોટી કરાવતા આ ભવ્ય પ્લેટફોર્મ પર રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા તેજસ્વી સ્પર્ધકો વચ્ચે બૌદ્ધિક પ્રશ્નોત્તરીનો રોમાંચક મુકાબલો જામ્યો છે. આ જ્ઞાનસભર શોમાં વાવ-થરાદ જિલ્લાના ભાભરના અર્જુનસિંહ દરબારે (Arjunsing Darbar) પોતાની મહેનત અને આત્મવિશ્વાસના જોરે સ્થાન મેળવ્યું છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અર્જુનસિંહની સંઘર્ષયાત્રા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.

