Kon Banse Gujarat no Genius E-5 : ગુજરાત ફર્સ્ટ પર જ્ઞાનનો મહાકુંભ, મંત્રી અર્જુન મોઢવાડીયા અને ઈન્ફ્લુએન્સર કૃણાલ સુથારની વિશેષ ઉપસ્થિતિ
ગુજરાત ફર્સ્ટના ક્વિઝ શૉ "કોણ બનશે ગુજરાતના જીનિયસ" ના વિશેષ એપિસોડમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા ઈન્ફ્લુએન્સર કૃણાલ સુથારે હાજરી આપી સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું. આ જ્ઞાનના જંગમાં બનાસકાંઠાના નીલેશગીરી ગૌસ્વામીએ હોટ સીટ પર સ્થાન મેળવી શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ આખરી રાઉન્ડમાં થોડા પોઈન્ટ્સ માટે તેઓ ગુજરાતનો જીનિયસ બનવાની તક ચૂકી ગયા હતા. શૉમાં શિક્ષિકાઓ દ્વારા ટેલેન્ટ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.
Advertisement
Kon Banse Gujarat no Genius E-5 : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ચેનલ દ્વારા પ્રસારિત લોકપ્રિય ક્વિઝ શૉ "કોણ બનશે ગુજરાતના જીનિયસ" (Kon Banse Gujarat No Genius) નો એક વિશેષ એપિસોડ યોજાયો હતો, જેમાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr VivekKumar Bhatt) દ્વારા શૉની શરૂઆત કરવામાં આવી હતી. આ મેગા ક્વિઝ શૉના આ એપિસોડમાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા અને જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કૃણાલ સુથારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ શૉના ખાસ ફોર્મેટ ટેલેન્ટ હન્ટમાં શિક્ષિકા દિક્ષા પંડ્યા અને શિક્ષિકા વિદ્યા નકુમે પોતાની કળાની ખાસ પ્રસ્તુતિ આપી હતી.

