Kon Banse Gujarat no Genius E-12 : જૂનાગઢના અજયભાઈ ખુમાણે એપિસોડ 12માં મારી બાજી, મંત્રી જયરામ ગામિત અને હેમાંગ દવેની હાજરીએ વધારી રોનક
ગુજરાત ફર્સ્ટના મેગા ક્વિઝ શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ?'ના 12મા એપિસોડમાં જૂનાગઢના એક યુવાનની પ્રેરણાદાયી સફરે સૌનું ધ્યાન ખેંચ્યું. સામાન્ય પરિવારમાં ઉછરેલો, નોકરી સાથે GPSCની તૈયારી કરતો આ યુવાન સંસ્કાર અને સંકલ્પને પોતાની સાચી ઓળખ માને છે. મંત્રી અને જાણીતા અભિનેતાની ખાસ હાજરી વચ્ચે શોમાં એવો માહોલ સર્જાયો, જેમાં જ્ઞાનની કસોટીની સાથે જીવનની અનોખી કહાની પણ સામે આવી.
Advertisement
Kon Banse Gujarat no Genius E-12 : ગુજરાતની અગ્રણી ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આયોજિત મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ’ (KBGG) દર્શકોમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યો છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલી પ્રતિભાઓને પોતાની બુદ્ધિ, જ્ઞાન અને આત્મવિશ્વાસ સાબિત કરવાની તક આપતા આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લામાંથી અજયભાઈ ખુમાણની પ્રેરણાદાયી સફર ચર્ચાનું કેન્દ્ર બની છે. ત્યારે આ વખતે કોણ બનશે ગુજરાતનો જીનિયસ શોમાં અજયભાઈ ખુમાણે બાજી મારી છે. તે ગુજરાતના જીનિયસ બન્યા છે. કોણ બનશે ગુજરાતના આ એપિસોડમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામિત (Dr. Jayram Gamit) અને ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના જાણીતા અભિનેતા હેમાંગ દવે (Hemang Dave) વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

