Kon Banse Gujarat no Genius E-6 : આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ જ્ઞાનની કસોટી
Kon Banse Gujarat no Genius : જ્ઞાન, બુદ્ધિ અને ઝડપની કસોટી કરાવતા આ મેગા ક્વિઝ શોના ખાસ એપિસોડમાં આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો, જ્યારે PM-JAY અને રાજ્ય યોજનાઓ સાથે જોડાયેલા પ્રશ્નોએ જ્ઞાન અને ઝડપી નિર્ણયક્ષમતાની રસપ્રદ કસોટી કરી.
Advertisement
Kon Banse Gujarat No Genius : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ચેનલ દ્વારા પ્રસારિત લોકપ્રિય ક્વિઝ શૉ "કોણ બનશે ગુજરાતના જીનિયસ" (Kon Banse Gujarat No Genius) નો એક વિશેષ એપિસોડ યોજાયો હતો, જેમાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr VivekKumar Bhatt) દ્વારા શૉની શરૂઆત કરવામાં આવી હતી. આ મેગા ક્વિઝ શૉના છઠ્ઠા એપિસોડમાં ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ શોના ખાસ ફોર્મેટ ટેલેન્ટ હન્ટના નૃત્યકાર ભરતભાઈ બારિયા અને અક્ષયભાઈ પટેલે પોતાની કળાની ખાસ પ્રસ્તૃતિ આપી હતી.

