ખેતીકામથી સરકારી નોકરી સુધી હિરેનની મહેનત
માધવીપુર ગામના હિરેન થોલિયા મહેનત અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. ક્યારેક ખેતરમાં ખેતીકામ કરે છે, તો ક્યારેક દુકાનમાં પિતાને મદદરૂપ બને છે. એટલું જ નહીં, ઘરના કામકાજમાં માતાને પણ સહયોગ આપે છે. આ તમામ જવાબદારીઓ વચ્ચે તેઓ જુનિયર ક્લાર્ક તરીકે સરકારી ફરજ પણ નિભાવી રહ્યા છે. વ્યસ્ત દિનચર્યા છતાં અભ્યાસ પ્રત્યેનો તેમનો ઉત્સાહ યથાવત્ છે.
GPSC પાસ કરવાનું હિરેન થોલિયાનું મોટું સપનું
હિરેન થોલિયાનું સૌથી મોટું સપનું GPSC પરીક્ષા પાસ કરીને આગળ વધવાનું છે. સરકારી ફરજ, પારિવારિક જવાબદારીઓ અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવી તેઓ પોતાના લક્ષ્ય તરફ સતત પ્રયત્નશીલ છે. તેમની આ સફરમાં દૃઢ મનોબળ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને માતા-પિતાના આશીર્વાદ મહત્વપૂર્ણ પ્રેરણાસ્ત્રોત બન્યાં છે.
ગામની ગલીઓથી KBGG ના ભવ્ય મંચ સુધીની સફર
માધવીપુર જેવા ગામમાંથી ગુજરાત ફર્સ્ટના પ્રતિષ્ઠિત મેગા ક્વિઝ શો સુધી પહોંચવાની હિરેનની કહાની અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેઓ આ સ્પર્ધામાં કેવી રીતે જોડાયા અને તેમની સફળતા પાછળ કેટલી મહેનત રહેલી છે, તે જાણવા ગુજરાત ફર્સ્ટની ટીમે તેમના ઘરે પહોંચીને પરિવાર સાથે વાતચીત કરી હતી. પરિવારનો સહયોગ અને માતાના આશીર્વાદ તેમની સફરનું મહત્વપૂર્ણ પાસું બનીને સામે આવ્યું છે.
ડૉ. વિવેક કુમાર ભટ્ટના સંચાલનમાં જ્ઞાનનો મહાસંગ્રામ
ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) શોનું સંચાલન કરી રહ્યા છે. તેમની પ્રભાવશાળી રજૂઆત, ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને સચોટ પ્રશ્નો સ્પર્ધકોની બુદ્ધિ તથા ઝડપી નિર્ણયશક્તિની કસોટી કરે છે. કાર્યક્રમ દર્શકોને મનોરંજન સાથે જ્ઞાન મેળવવાની તક પણ પૂરી પાડે છે.
દર્શનાબેન વાઘેલા સહિત જાણીતા કલાકારોની ઉપસ્થિતિ રહ્યા
કાર્યક્રમમાં મંત્રી દર્શનાબેન વાઘેલા (Darshanaben Vaghela) , લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi) અને જાણીતા લોકગાયિકા દિવાળીબેન આહીર (Diwaliben Ahir) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દર્શનાબેનનો આત્મીય સંવાદ તેમજ બંને ગાયિકાઓના મધુર સ્વર અને લોકસંગીતે કાર્યક્રમનું વાતાવરણ ઉત્સાહસભર બનાવ્યું હતું. આમ, KBGG ગુજરાતની પ્રતિભાઓને ઓળખ આપતું મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે.
આ પણ વાંચોઃ Kon Banse Gujarat no Genius E-9: ખેતમજૂરનો દીકરો બન્યો ગુજરાતનો જીનિયસ, રાહુલ વસાવાનું ગામમાં ફૂલહારથી સ્વાગત, પરિવારની ખુશીનો પાર નહીં
આ પણ વાંચોઃ Kon Banse Gujarat no Genius E-7: ખેતરમાં મહેનત અને આંખોમાં અધિકારી બનવાનું સપનું! ભાભરના અર્જુનસિંહ દરબાર પહોંચ્યા KBGG ના મંચ પર