5 પ્રતિભાશાળી સ્પર્ધકો વચ્ચે કાંટાની ટક્કર
આ મેગા ક્વિઝ શોના ત્રીજા એપિસોડમાં સ્પર્ધા ચરમસીમાએ પહોંચી છે. રાજ્યભરમાંથી આવેલા હજારો દાવેદારોમાંથી કસોટી પાર કરીને આવેલા 5 પ્રતિભાશાળી સ્પર્ધકો આ એપિસોડમાં જ્ઞાનના મેદાનમાં ટકરાશે. આ સ્પર્ધકોમાં અમરેલીના પાર્થ ગોસાઈ, વાવ-થરાદના વિનોદ રાવલ, જૂનાગઢના હિરલ કારેણા, મહીસાગરના સ્નેહલ સોલંકી, મોરબીના બ્રિજેશ અઘેરાનો સમાવેશ થાય છે. આ 5 સ્પર્ધકો વચ્ચે સેકન્ડોના હિસાબે બઝર દબાવીને સાચા જવાબો આપવાની હોડ સમગ્ર એપિસોડમાં ભારે રોમાંચ ઊભો કરશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સેલેબ્સની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ
આ ત્રીજા એપિસોડને યાદગાર બનાવવા માટે રાજ્યના અગ્રણી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મંચ પર ઉપસ્થિત રહીને તમામ સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો અને યુવાનો માટે આવી જ્ઞાનવર્ધક પહેલ શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
મંચ પર ઉપસ્થિત ખાસ મહેમાનો:
હર્ષભાઈ સંઘવી (નાયબ મુખ્યમંત્રી, ગુજરાત): સ્પર્ધકો સાથે વાર્તાલાપ કરી યુવા શક્તિ અને જ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
પદ્મશ્રી મનોજ જોશી અને યશ સોની: હિન્દી અને ગુજરાતી સિનેમાના આ દિગ્ગજ કલાકારોએ પોતાની હાજરીથી વાતાવરણ જીવંત બનાવ્યું અને સ્પર્ધકોને ઉત્સાહિત કર્યા.
ત્રીજા એપિસોડનું ફોર્મેટ: બઝર બુલેટથી લઈને ગ્રાન્ડ ફિનાલે સુધીની રોમાંચક સફર
આ ત્રીજા એપિસોડમાં હોસ્ટ ડૉ. વિવેક કુમાર ભટ્ટ દ્વારા સ્પર્ધકોના જ્ઞાન, ઝડપ અને એક્યુરેસીની કસોટી માટે ત્રણ સ્તરનું ફોર્મેટ અમલમાં મૂકવામાં આવ્યું છે:
બઝર બુલેટ + વન-ટુ-વન રાઉન્ડ: શરૂઆતમાં 5 સ્પર્ધકો વચ્ચે 15 બઝર બુલેટ પ્રશ્નો અને 5 વન-ટુ-વન પ્રશ્નો પૂછાશે, જેમાંથી સૌથી વધુ સ્કોર કરનાર ટોપ-3 સ્પર્ધકો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
સેમિફાઇનલનો સંગ્રામ: સેમિફાઇનલમાં પ્રવેશ મેળવનાર 3 સ્પર્ધકો વચ્ચે ઇમેજ, ઓડિયો, વિડિયો અને મલ્ટિપલ ચોઇસ આધારિત 12 પડકારજનક પ્રશ્નો પૂછાશે.
ગ્રાન્ડ ફાઇનલ – મહાસંગ્રામ: આખરી તબક્કામાં પહોંચનાર સ્પર્ધકે 15 માંથી ઓછામાં ઓછા 12 સાચા જવાબો આપીને જીનિયસ બનવાની સિદ્ધિ હાંસલ કરવાની રહેશે.
પ્રસારણ સમય, પ્લેટફોર્મ્સ અને ગુજરાત ફર્સ્ટની રાજ્યવ્યાપી જ્ઞાન ક્રાંતિની વિગતો
રાજ્યભરના 40,000 થી વધુ યુવાનોમાંથી પસંદ કરાયેલા 300 Brightest Minds માંથી આખરે 15 અસલ જીનિયસ ચૂંટવાની આ 31+ એપિસોડ્સની શ્રેણી છે. વિજેતા સ્પર્ધકો માટે લેપટોપ, ઇન્ટરનેશનલ ટૂર, સ્માર્ટ વોચ અને રોકડ પુરસ્કારોની ભવ્ય શ્રેણી રાખવામાં આવી છે.
ક્યારે અને ક્યાં નિહાળશો?
મૂળ પ્રસારણ: દર શનિવાર અને રવિવારે રાત્રે 9:00 વાગ્યે ફક્ત ગુજરાત ફર્સ્ટ પર.
પુનઃપ્રસારણ: બીજા દિવસે સવારે 11:00 વાગ્યે અને સાંજે 4:00 વાગ્યે.
પ્લેટફોર્મ્સ: Tata Play, DD Free Dish, Jio, GTPL, DEN, Siti Cable સહિત તમામ અગ્રણી નેટવર્ક્સ અને ગુજરાત ફર્સ્ટની સત્તાવાર YouTube ચેનલ પર પણ આ શો લાઈવ જોઈ શકાશે.
આ પણ વાંચો : KBGG: ગુજરાત ફર્સ્ટનો ઐતિહાસિક મેગા ક્વિઝ શો ‘કોણ બનશે ગુજરાતનો જીનિયસ?’: 12 સપ્ટેમ્બરથી રાત્રે 9 વાગ્યે થશે ભવ્ય પ્રસારણ