Kheda Accident: ખેડા-મહેમદાવાદ રોડ પર ભયંકર અકસ્માત, એક જ પરિવારના 2 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત
ખેડા-મહેમદાવાદ રોડ પર લોડિંગ રિક્ષા અને આઈસર ગાડી વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારના બે વ્યક્તિઓના મોત થયા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પરિવાર સામાજિક પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Kheda Accident News: ખેડા-મહેમદાવાદ રોડ પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક લોડિંગ રિક્ષા અને સીએનજી (CNG) ગેસ ભરેલી આઈસર ગાડી વચ્ચે સામસામે ટક્કર થતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

