Kheda: અમદાવાદ-વડોદરા હાઈવે પર ચાલતી કારમાં લાગી ભીષણ આગ, સવાર બે વ્યક્તિઓનો થયો બચાવ
અમદાવાદ-વડોદરા હાઈવે પર પીપલગ નજીક ચાલતી જગુઆર કારમાં અચાનક આગ લાગતા કાર સંપૂર્ણપણે સળગી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. નડિયાદ ફાયર બ્રિગેડે અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટનું કારણ હોવાનું અનુમાન છે.
Advertisement
Kheda: અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના પીપલગ (Piplag) એપીએમસી નજીક એક ચાલતી લક્ઝરી કારમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. હાલ આ પર કાબૂ મેળવાયો છે. આ ઘટનામાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે.

