ખેડા જીલ્લાના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર
કોઈપણ પ્રકારની મુશ્કેલી કે કટોકટીની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જો કોઈ નાગરિક વરસાદના કારણે ક્યાંય ફસાયા હોય અથવા મદદની જરૂર હોય, તો તેઓ તાત્કાલિક ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર 02608253357 પર સંપર્ક કરી શકે છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
3 ટ્રફ સક્રિય
રાજ્યભરમાં હાલમાં વરસાદી સિસ્ટમ ખૂબ જ સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યારે 'વેલ માર્ક લો પ્રેશર', વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રણ જેટલા ટ્રફ સક્રિય હોવાથી વધુ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ અને ભાવનગર જિલ્લા માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.
આ જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા અને ખેડા સહિત અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અને મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ‘થન્ડર સ્ટોર્મ’ સાથે વરસાદ પડવાની સંભાવના છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના
દરિયાઈ વિસ્તારોમાં સ્થિતિ ગંભીર હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે, તેમ ખેતીવાડી નિષ્ણાતો જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gandhinagar: દહેગામના હાલીસા ગામે કરુણ ઘટના, જીવતો વીજ વાયર મહિલા પર પડતાં ઘટનાસ્થળે જ મોત
આ પણ વાંચોઃ Bhavnagar: થોરડીની તલાવડીમાં ડૂબ્યા વૃદ્ધ, ભારે વરસાદ વચ્ચે NDRF નું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ