Kheda: ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નડિયાદ, કપડવંજ અને ગળતેશ્વરમાં ધોધમાર વરસાદ
ખેડા જિલ્લાના નડિયાદ, કપડવંજ અને ગળતેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નડિયાદમાં 45 મિનિટના વરસાદમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જ્યારે ગળતેશ્વરમાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો અટવાયા હતા. આ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ લાંબા સમયથી ખેતીની રાહ જોતા ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
Advertisement
Kheda Rain News: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે વરસાદ પડ્યો છે. લગભગ 45 મિનિટથી પણ વધુ સમય સુધી સતત વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કારણે નડિયાદ શહેરમાં અનેક સ્થાનો પર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી, જેને પગલે સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

