Kapadvanj Factory Blast: ફેક્ટરી માલિક સામે ગુનો દાખલ, LCB અને SOG તપાસમાં જોડાઈ
ખેડાના કપડવંજમાં પરવાના અને ફાયર સેફ્ટી વિના ચાલતી ફટાકડાની દીવેટ બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 6 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. મામલતદારની ફરિયાદના આધારે અમદાવાદના ઈસનપુરના રહેવાસી ફેક્ટરી માલિક મિતુલ પટેલ સામે BNS અને સ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ LCB, SOG અને FSL ની ટીમો દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
Advertisement
Kapadvanj Factory Blast: ખેડા (Kheda) જીલ્લાના કપડવંજમાં આવેલ ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયંકર બ્લાસ્ટ (Blast) મામલે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે કપડવંજ ટાઉન પોલીસ મથકે (Police Station) મામલતદાર દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાતાની સાથે જ ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા ઘટના સ્થળ પર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ પણ પહોંચી ગઈ છે અને તપાસના ભાગરૂપે તમામ શંકાસ્પદ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.

