Kapadvanj Factory Blast: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની 10 કિમી સુધી અસર, મકાનોને તિરાડો પડી, અસરગ્રસ્તો શું કહી રહ્યા છે?
કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટની અસર 10 કિમી સુધી વર્તાઈ હતી, જેને કારણે આસપાસના ગામોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લખાભગતના મુવાડા સહિતના વિસ્તારોમાં 50થી વધુ મકાનોમાં મોટી તિરાડો પડી છે અને ભારે નુકસાન થયું છે. સ્થાનિક ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરી અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર આપવાની અને સુરક્ષાની માંગ કરી છે.
Advertisement
Kapadvanj Factory Blast: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં અંતિસર રોડ પર આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલો બ્લાસ્ટ અત્યંત વિનાશક સાબિત થયો છે. આઅસરગ્રસ્ત વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાનો અનુભવ ઘટનાસ્થળથી આશરે 10 કિલોમીટર દૂર સુધી થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ સમયે જાણે ભૂકંપ (Earthquake) આવ્યો હોય તેવો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

