Nadiad Tiranga Yatra: નડિયાદમાં યોજાઈ જિલ્લાની સૌથી મોટી તિરંગા યાત્રા, 7 હજારથી વધુ લોકો જોડાયા
Nadiad શહેરમાં ખેડા જિલ્લાના સૌથી મોટી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. સરદાર ભવનથી સરદાર પટેલના જન્મસ્થળ સુધી નીકળેલી યાત્રામાં મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા, પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અધિકારીઓ, ધારાસભ્યો, વિદ્યાર્થીઓ અને નાગરિકો સહિત 7 હજારથી વધુ લોકો જોડાયા હતા.
Advertisement
Nadiad Tiranga Yatra: સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે આજે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં જિલ્લા કક્ષાની સૌથી મોટી તિરંગા યાત્રા યોજાઈ હતી. સરદાર ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ સુધી પહોંચી હતી. યાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો.

