Kheda: દારૂ સાથે પૂર્વ કાઉન્સિલર દર્શન પટેલ સહિત 4 ઝડપાયા, મહેમદાવદમાં પોલીસનો સપાટો
Kheda ના મહેમદાવદમાં વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં પોલીસે પૂર્વ કાઉન્સિલર દર્શન પટેલ ઉર્ફે ફિફો સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. રાધેકિશન બંગલોઝ પાછળ બાતમીના આધારે દરોડો પાડીને રૂપિયા 36,600નો વિદેશી દારૂ કબજે કરાયો હતો. મુંબઈથી બિરેન પુરોહિત દારૂની બોટલો લઈને આવ્યો હતો. દર્શન પટેલને અગાઉ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ચકચાર મચી છે.
Advertisement
Kheda: ખેડા જિલ્લાના મહેમદાવદમાં વિદેશી દારૂની હેરાફેરીના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મહેમદાવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને પૂર્વ કાઉન્સિલર દર્શન પટેલ ઉર્ફે ફિફો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા રૂપિયા 36,600 ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે દર્શન પટેલ ઉર્ફે ફિફોને અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પૂર્વ કાઉન્સિલરનું નામ દારૂના કેસમાં સામે આવતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

