Kapadvanj factory blast: Kheda ના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ,10 કિલોમીટર સુધી ધરા ધ્રુજી, 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત
Kheda News: ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશનની સામે ધમધમતી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આજે અચાનક ભયાનક વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટનો અવાજ એટલો તીવ્ર અને પ્રચંડ હતો કે તેના ધડાકાથી કપડવંજ પંથકના આસપાસના તમામ ગામો અને વિસ્તારોમાં આશરે 10 કિલોમીટર સુધી ધરતી ધ્રુજી ઉઠી હતી.
Advertisement
Kheda News: ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશનની સામે ધમધમતી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આજે અચાનક ભયાનક વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટનો અવાજ એટલો તીવ્ર અને પ્રચંડ હતો કે તેના ધડાકાથી કપડવંજ પંથકના આસપાસના તમામ ગામો અને વિસ્તારોમાં આશરે 10 કિલોમીટર સુધી ધરતી ધ્રુજી ઉઠી હતી. બ્લાસ્ટના કારણે નજીકના ગામોમાં ભૂકંપ જેવો અહેસાસ થતાં લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ પ્રચંડ ધડાકાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

