Rajkot: રામનાથ મહાદેવ મંદિરે PI ની દાદાગીરીનો આરોપ, ભાજપ નેતા સાથે બબાલ, PCR વેનને જબરદસ્તી ઘુસાડી!
Rajkot ના રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે ફરાળ વિતરણ દરમિયાન A ડિવિઝન PI સામે દાદાગીરીના આક્ષેપો થયા છે. ભાજપ આગેવાન જીતુભાઈના જણાવ્યા મુજબ, રસ્તો બંધ હોવા છતાં PIએ PCR વેન જબરજસ્તી કાઢી હતી. સમજાવવા છતાં ગાડી પરાણે કાઢ્યાનો દાવો છે. આ મામલે ભોગ બનેલા નેતાઓએ ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરી છે.
Advertisement
Rajkot PI Controversy: રાજકોટના આજી નદી કિનારે આવેલા રામનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં શ્રાવણના સોમવારે ફરાળ વિતરણ દરમિયાન પોલીસની કામગીરીને લઈને વિવાદ ઉભો થયો છે. રાજકોટના A ડિવિઝન પોલીસ સ્ટેશનના PI દ્વારા કથિત રીતે દાદાગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો ભાજપના આગેવાન જીતુભાઈ દ્વારા કરવામાં આવ્યા છે.

