Kheda News: નડિયાદમાં SMC ની મોટી કાર્યવાહી, હોટલના પાર્કિંગમાં પડેલી ટ્રકમાંથી દારૂ ઝડપ્યો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે નડિયાદ નેશનલ હાઈવે-48 પર સહયોગ હોટલ પાસે દરોડા પાડીને ટ્રકમાંથી 5940 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પ્લાસ્ટિકની બોરીઓની આડમાં છુપાવેલો આ જથ્થો અને ટ્રક મળી કુલ ₹ 56.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક માલિક અને દારૂ મોકલનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Kheda News: ગુજરાતમાં નશાબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે સક્રિય એવા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ફરી એકવાર મોટી સફળતા મેળવવામાં આવી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં નેશનલ હાઇવે 48 પર બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે.

