Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

25 વર્ષનો વિશ્વાસ! મુન્દ્રાની Adani Public Schoolની શાનદાર રજત જયંતી ઉજવણી

મુન્દ્રા સ્થિત Adani Public School 25 વર્ષની ભવ્ય સફર પૂર્ણ કરી રજત જયંતિની ઉજવણી કરી છે. આ પ્રસંગે ડૉ. પ્રીતિ અજાણી શાળાને પોતાનું 'પ્રથમ સંતાન' ગણાવી સ્મૃતિઓ વાગોળી હતી. કાર્યક્રમમાં કચ્છના સૌથી મોટા ઇન્ડોર સ્પોર્ટ્સ સંકુલ અને અત્યાધુનિક ઓડિટોરિયમનું લોકાર્પણ કરાયું હતું, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આધુનિક શિક્ષણ પ્રત્યેની અદાણી ગ્રુપની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
25 વર્ષનો વિશ્વાસ  મુન્દ્રાની adani public schoolની શાનદાર રજત જયંતી ઉજવણી
Advertisement
  • ડૉ. પ્રીતિ અદાણીએ શાળાને ગણાવ્યું પોતાનું 'પ્રથમ સંતાન'
  • કચ્છના સૌથી મોટા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઓડિટોરિયમનું લોકાર્પણ
  • 2001ના ભૂકંપ બાદ ડર્યા વગર શિક્ષણની જ્યોત જલાવી રાખવાનો સંકલ્પ
  • 233 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સફર આજે 2,300થી વધુ રત્નો સુધી પહોંચી
  • ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને અમર્યાદ સપના જોવાની આપી પ્રેરણા

કચ્છના દરિયાકાંઠે 25 વર્ષ પહેલાં શિક્ષણનું જે બીજ રોપાયું હતું, તે આજે એક ઘટાદાર વટવૃક્ષ બની ગયું છે. મુન્દ્રા સ્થિત અદાણી પબ્લિક સ્કૂલ (Adani Public School) એ પોતાની સફરના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ (Silver Jubilee) ની અત્યંત ભાવનાત્મક અને ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી (Dr. Priti Adani) એ મન મૂકીને પોતાની સ્મૃતિઓ વાગોળી હતી. તેમણે જણાવ્યું કે, આ શાળા તેમના માટે સંસ્થા માત્ર નથી, પરંતુ તેમના 'પ્રથમ સંતાન' (First Child) સમાન છે, જેને તેમણે સપના અને શ્રદ્ધાથી સીંચી છે.

Advertisement

ભૂકંપના કાટમાળમાંથી આશાનું સર્જન

વર્ષ 2001માં જ્યારે વિનાશક ભૂકંપે કચ્છને હચમચાવી દીધું હતું, ત્યારે અનિશ્ચિતતાના માહોલમાં પણ ડૉ. પ્રીતિ અદાણીએ પીછેહઠ કરવાને બદલે શિક્ષણના આ પ્રકલ્પને ટોચની પ્રાથમિકતા આપી હતી. તેમણે શિક્ષણ ક્ષેત્રના પોતાના અનુભવના અભાવને 'શ્રદ્ધાની છલાંગ' (Leap of Faith) ગણાવી હતી. આજે આ શાળા STEM શિક્ષણ અને રોબોટિક્સ જેવા આધુનિક ક્ષેત્રોમાં કચ્છનું ગૌરવ વધારી રહી છે. આ 25 વર્ષમાં શાળાએ 233 વિદ્યાર્થીઓથી શરૂ કરીને 2,300 થી વધુ વિદ્યાર્થીઓ સુધીની મજલ કાપી છે.

Advertisement

નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યનું વિઝન

આ સીમાચિહ્નરૂપ અવસરે મુન્દ્રાને કચ્છનું સૌથી મોટું ઇન્ડોર સ્પોર્ટ્સ સંકુલ (Indoor Sports Complex) અને 558 બેઠકો ધરાવતું અત્યાધુનિક ઓડિટોરિયમ ભેટમાં મળ્યું છે, જેમાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી આધુનિક સુવિધાઓ છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) આ પ્રસંગે સંદેશ આપ્યો હતો કે અહીંથી વિદાય લેતો દરેક વિદ્યાર્થી અમર્યાદ સ્વપ્ન જોવાના આત્મવિશ્વાસ (Confidence) અને પછડાટ પછી બેઠા થવાની સ્થિતિસ્થાપકતા સાથે આગળ વધે. એન.સી.સી. (NCC) કેડેટ્સ અને બેગપાઈપર બેન્ડ દ્વારા ભવ્ય સ્વાગત સાથે શરૂ થયેલી આ ઉજવણીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા હતા. ડૉ. પ્રીતિ અદાણીએ આ સફરનો શ્રેય તે દરેક શિક્ષક અને માતાપિતાને આપ્યો જેમણે આ સંસ્થા પર ભરોસો મૂક્યો હતો.

આ પણ વાંચો : ભારતની AI ક્રાંતિની શરૂઆત! Jeet Adani એ વિશાખાપટ્ટનમને ગણાવ્યું નવું 'બેંગલુરુ'

Tags :
Advertisement

.

×