Amit Shah Kutch Visit: સરહદી ચોકી G-7 નું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, દેશના રક્ષકો સાથે ગૃહમંત્રીનો ખાસ સંવાદ
Border Outpost G-7 Inauguration: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) કચ્છ (Kutch)ના હરામીનાળા વિસ્તારમાં સરહદી ચોકી G-7નું ઉદ્ઘાટન કરી ટાવર નંબર 1170ના કેમેરાનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત BSFના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ જણાવ્યું કે ગુજરાતની શાંતિમાં BSFની મોટી ભૂમિકા છે અને તેમણે જવાનોની હિંમતને સલામ કરી હતી.
સરહદી ચોકી G-7 નું કર્યું ભવ્ય ઉદ્ઘાટન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Amit Shah) કચ્છ (Kutch) જિલ્લાની મહત્વપૂર્ણ સરહદી મુલાકાતે પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે અત્યંત સંવેદનશીલ ગણાતા હરામીનાળા (Harami Nala) વિસ્તારમાં નવીનતમ સરહદી ચોકી G-7 (Border Outpost G-7)નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓ તેમજ સીમા સુરક્ષાદળ (Border Security Force - BSF)ના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ બોર્ડર પર ટેકનોલોજીની સજ્જતા ચકાસવા માટે ટાવર નંબર 1170 પર લગાવવામાં આવેલા અત્યાધુનિક કેમેરાનું બારીકાઈથી નિરીક્ષણ પણ કર્યું હતું.
એક સમયે સ્મગલિંગનું હબ ગણાતી બોર્ડર પર આજે શાંતિ
સરહદ પર તૈનાત જવાનોને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાત (Gujarat)માં આજે જે અમન-શાંતિનો માહોલ છે, તેમાં બીએસએફ (BSF)ના જવાનોની બહુ મોટી અને પ્રશંસનીય ભૂમિકા છે. ભૂતકાળને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, એક સમય એવો હતો જ્યારે કચ્છની આ જ આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી મોટા પાયે સ્મગલિંગ (Smuggling) અને અન્ય દેશવિરોધી પ્રવૃત્તિઓ (Anti-National Activities) આચરવામાં આવતી હતી. પરંતુ જવાનોની કડક ચોકીદારીના કારણે આજે આ સમગ્ર બોર્ડર સંપૂર્ણપણે સુરક્ષિત અને શાંત છે.
જવાનોની કામગીરી અને દેશભક્તિને ગૃહમંત્રીએ બિરદાવી
ગૃહમંત્રીએ સરહદ પર માળખાગત સુવિધાઓની સમીક્ષા કરતા જવાનોને કહ્યું કે, "મેં તમારી તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ દેશની રક્ષા કાજે અડીખમ ઊભા રહેતા આપ સૌ જવાનોની કામગીરી અને અદમ્ય હિંમતને હું હૃદયપૂર્વક સલામ કરું છું." કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાતથી સરહદ પર દિવસ-રાત ફરજ બજાવતા સૈનિકોનો ઉત્સાહ અને મનોબળ બમણું થયું છે.
ઓપી ટાવર અને હરામીનાળા જેટી પર ગૃહમંત્રીનું નિરીક્ષણ
ત્યારબાદ બપોરે 12:00 વાગ્યે ગૃહમંત્રીએ OP Tower-1170 ની મુલાકાત લેશે. અહીં તેઓ કંટ્રોલ રૂમ (Control Room) ની ઝીણવટભરી મુલાકાત લઈને સરહદ પરની ઇલેક્ટ્રોનિક દેખરેખ અને સર્વેલન્સ સિસ્ટમનું નિરીક્ષણ કરશે. આ ટાવર પરથી સરહદ પારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કંટ્રોલ રૂમની મુલાકાત બાદ બપોરે 12:15 વાગ્યે તેઓ દેશની સૌથી સંવેદનશીલ ગણાતી સરહદી ખાડી એટલે કે હરામીનાળા (Harami Nala) વિસ્તારમાં પહોંચશે. અમિતભાઈ શાહે આ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં કટોકટીના સમયે જવાનોની અવરજવર સરળ બને તે માટે તૈયાર કરાયેલા જેટી પોઈન્ટ (Jetty Point) પર વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપશે.
બીએસએફ સેક્ટર હેડક્વાર્ટરમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન
આ વ્યસ્ત સરહદી પ્રવાસના અંતિમ ચરણમાં બપોરે 3:00 વાગ્યે બીએસએફ સેક્ટર હેડક્વાર્ટર (BSF Sector Headquarters) ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે સરહદ સંબંધિત વિવિધ જટિલ મુદ્દાઓ, ઘૂસણખોરી રોકવાના ઉપાયો અને ભવિષ્યના સુરક્ષા આયોજનો પર ગહન ચર્ચા-વિચારણા કરશે. સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા અંગે પણ આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષ માં પાટીદાર સમાજ અને દેશનો વિકાસ એકસાથે થયો છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ


