Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધના નવા ભાવ અમલી, લોકોમાં જોવા મળી મિશ્ર પ્રતિક્રિયા
- અમૂલ દૂધ (Amul Milk) ની તમામ બ્રાન્ડમાં ભાવ વધારો
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રુ.2નો વધારો
- આજથી અમૂલના નવા ભાવ અમલી
- ભાવ વધારાને લઈને લોકોમાં જોવા મળી મિશ્ર પ્રતિક્રિયા
Amul Milk Price Hike: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા ભાવ આજથી એટલે કે 14 મે થી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં અમલી બન્યા છે. માત્ર દૂધ જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી અન્ય ડેરી પ્રોડક્ટ્સ અને ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર સામાન્ય જનતાના રસોડાના બજેટ પર પડશે.
અમૂલ દૂધ (Amul Milk) ના નવા ભાવ આજથી અમલી
કંપનીના જણાવ્યા અનુસાર, દૂધના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુ આહાર (Cattle Feed), પરિવહન ખર્ચ (Fuel Cost) અને પેકેજિંગ મટિરિયલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો હતો. છેલ્લા એક વર્ષમાં ખેડૂતો પાસેથી દૂધની ખરીદીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેનો આંશિક બોજ હવે ગ્રાહકો પર નાખવામાં આવ્યો છે.
Amul milk price hike: અમૂલે ગ્રાહકોને વધુ એક ઝટકો આપ્યો
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
આવતીકાલ સવારથી નવા ભાવ અમલમાં આવશે
પેકેજિંગ અને ખરીદ ખર્ચ વધતા ભાવમાં વધારો કરાયો છે
અમૂલ બફેલો દૂધ 500 મીલીનો ભાવ 37 થી 39 રૂપિયા થયો
અમૂલ ગોલ્ડ 1 લીટરનો ભાવ 67 થી… pic.twitter.com/rbV7YCubzF— Gujarat First (@GujaratFirst) May 13, 2026
કયા દૂધના કેટલા ભાવ વધ્યા?
નવા ભાવ મુજબ, અમૂલ ગોલ્ડ, તાજા અને શક્તિ સહિતના તમામ મુખ્ય વેરિઅન્ટમાં ભાવ વધારો થયો છે.
અમૂલ તાજા (500 ml): રુ.28 ના બદલે હવે રુ.29
અમૂલ ગોલ્ડ (500 ml): રુ.34 ના બદલે હવે રુ.35
અમૂલ શક્તિ (500 ml): રુ.31 ના બદલે હવે રુ.32
અમૂલ ગાયનું દૂધ (500 ml):રુ.29 ના બદલે હવે રુ.30
ટી-સ્પેશિયલ (1 લિટર): રુ. 63 ના બદલે હવે રુ.66
લોકોની મિશ્ર પ્રતિક્રિયા
આ ભાવ વધારા મામલે ગ્રાહકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં દૂધ જેવી અનિવાર્ય વસ્તુના ભાવ વધવાથી મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વધશે. જોકે, અન્ય એક પક્ષનું માનવું છે કે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ વધારો સ્વીકાર્ય છે. બીજી તરફ, ચા-નાસ્તાના વેપારીઓ અને મીઠાઈના વિક્રેતાઓ પણ આ ભાવ વધારાથી ચિંતિત છે, કારણ કે તેનાથી તેમના પ્રોડક્શન કોસ્ટમાં પણ વધારો થશે.
આ પણ વાંચો: Amul Milk Price Hike : કાલથી કેટલા રૂપિયા વધુ આપવા પડશે? જાણો નવા દર


