Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhuj Court Bomb Threat: રાજકોટ બાદ ભુજ કોર્ટને ઉડાવી દેવાની ધમકીથી હડકંપ!

 Bhuj Court Bomb Threat : રાજકોટ (Rajkot) બાદ હવે સરહદી જિલ્લા કચ્છ (Kutch) માં પણ અદાલતને નિશાન બનાવતો ધમકીભર્યો (Bomb Threat)  મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. ભુજ કોર્ટને (Bhuj Court) ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
bhuj court bomb threat  રાજકોટ બાદ ભુજ કોર્ટને ઉડાવી દેવાની ધમકીથી હડકંપ
Advertisement
  • કચ્છ (Kutch) ની ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) 
  • ધમકીભર્યો (Bomb Threat)  મેલ મળતા કોર્ટ ખાલી કરાવી તપાસ હાથ ધરાઈ
  • અગાઉ પણ ભુજ કોર્ટને મળી ચુકી છે ધમકી 
  • તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી

 Bhuj Court Bomb Threat:  રાજકોટ (Rajkot) બાદ હવે સરહદી જિલ્લા કચ્છ (Kutch) માં પણ અદાલતને નિશાન બનાવતો ધમકીભર્યો (Bomb Threat)  મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. ભુજ કોર્ટને (Bhuj Court) ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

કચ્છ (Kutch) ની ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

કચ્છના વડા મથક ભુજમાં આવેલી કોર્ટને ઉડાવી દેવાની ધમકી ફરી એકવાર ઈમેલ (Email) મારફતે આપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, અગાઉ પણ ભુજ કોર્ટને આ પ્રકારે ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવી ગયું હતું.

Advertisement

કોર્ટ ખાલી કરાવી સઘન સર્ચ ઓપરેશન

ધમકીભર્યો મેલ મળતાની સાથે જ સુરક્ષાના કારણોસર આખી કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી. વકીલો, અસીલો અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ પોલીસ કાફલાએ મોરચો સંભાળ્યો હતો. બોમ્બ સ્ક્વોડ (Bomb Squad) અને ડોગ સ્ક્વોડ (Dog Squad) દ્વારા કોર્ટના દરેક રૂમ અને લોબીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

Advertisement

તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી

પોલીસ દ્વારા કલાકો સુધી ચાલેલા સઘન સર્ચ ઓપરેશન (Search Operation) બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. તપાસ દરમિયાન કોર્ટ પરિસરમાંથી કોઈ પણ પ્રકારની વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ (Suspicious Object) મળી આવી નથી. આ ઘટના બાદ પોલીસ હવે આ પ્રકારે વારંવાર ફેક ઈમેલ (Hoax Email) મોકલનારા શખ્સો સુધી પહોંચવા સાયબર એક્સપર્ટની મદદ લઈ રહી છે.

આ પણ વાંચો : Rajkot Bomb Threat News: રાજકોટ કોર્ટમાં ફરી એકવાર બોમ્બની ધમકી, ઈમેલ આવતા જ પોલીસ દોડતી થઈ!

Tags :
Advertisement

.

×