Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bhuj : માધાપર નવાવાસમાં વિશ્વશાંતિની રંગોળી સાથે હોલિકા દહન કરાયું

Bhuj ના માધાપર નવાવાસમાં 47 વર્ષોથી હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે, આ વખતે માધાપર નવાવાસ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમ માત્ર ધાર્મિક પરંપરા પૂરતો મર્યાદિત ન રહેતા, સમાજમાં એકતા, ભાઈચારું અને શાંતિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ બન્યો છે, બહેનો દ્વારા હાલમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ શાંત થાય તે માટે રંગોળી બનાવીને શાંતિનો સંદેશ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે
bhuj   માધાપર નવાવાસમાં વિશ્વશાંતિની રંગોળી સાથે હોલિકા દહન કરાયું
Advertisement
  • Bhuj ના માધાપર નવાવાસમાં 47 વર્ષોથી હોલિકા દહનનું આયોજન
  • નવદુર્ગા નવરાત્રી મંડળના આયોજનમાં વિદેશથી પણ લોકો જોડાય છે
  • આ વર્ષે યુદ્ધ શાંતિના પ્રયાસો સાથે અનોખી રંગોળી કરવામાં આવી છે
  • મહિલાઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસને લોકો દ્વારા વધાવી લેવાયો

Bhuj : ભુજ તાલુકાના માધાપર (Bhuj - Madhapar) નવાવાસ વિસ્તારમાં વર્ષોથી નવદુર્ગા નવરાત્રી મંડળ (Navdurga Navratri Mandal) દ્વારા હોલિકા દહનનો (Holika Dahan - 2026) કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં બહેનોએ હાલમાં ચાલી રહેલી અમેરિકા-ઇઝરાય અને ઇરાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિ શાંત થાય તે માટે રંગોળી બનાવીને શાંતિનો સંદેશ આપ્યો છે. સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત NRI લોકો પણ હોલિકા દહનના કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે. સર્વે લોકોએ એકતાથી હોલિકા દહનની વિધિ પૂર્ણ કરીને, વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય તેવી પ્રાર્થના કરી છે.

Advertisement

આ પણ વાંચો -------- Rajkot Group Clash: ભગવતીપરામાં બે ટોળા આમને સામને, જાણો શું છે સમગ્ર મામલો?

Advertisement

Bhuj, બહેનોનો અનોખો પ્રયાસ

માધાપર નવાવાસ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમ માત્ર ધાર્મિક પરંપરા પૂરતો મર્યાદિત ન રહેતા, સમાજમાં એકતા, ભાઈચારો અને શાંતિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ બન્યો છે. ભુજ તાલુકાના માધાપર નવાવાસ વિસ્તારમાં છેલ્લા 47 વર્ષથી નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં બહેનો દ્વારા હાલમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ શાંત થાય તે માટે રંગોળી બનાવીને શાંતિનો સંદેશ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યો છે.

ભક્તિભાવ, પરંપરા અને એકતાનો સંદેશ

આ ઉજવણીમાં મંદિરના ટ્રસ્ટીઓ, વિવિધ સમાજોના આગેવાનો, દેશ-વિદેશથી પધારેલા મહેમાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગામજનોમાં આ પર્વ પ્રત્યે વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો છે. આ પર્વ ભક્તિભાવ, પરંપરા અને એકતાના સંદેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

આ પણ વાંચો --------  Holika Dahan : રાજ્યભરમાં હોલિકા દહન, ચોટીલા ડુંગર પર મહંત પરિવારે હોળી પ્રગટાવી

Tags :
Advertisement

.

×