Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhuj Navratri: પરંપરાગત ગરબીમાં સાંસદ વિનોદ ચાવડાનો અનોખો અંદાજ, ખેલૈયાઓ સાથે દાંડિયારાસ રમ્યા

ભુજના વોકળા ફળિયા ગરબા મંડળની કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મુલાકાત લીધી હતી. આયોજકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સાંસદે નવરાત્રિ પર્વે માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ વર્ષો જૂની પરંપરાગત ગરબીમાં ખેલૈયાઓ સાથે દાંડિયારાસ રમ્યા હતા. સાંસદની હાજરીથી આયોજકો અને ખેલૈયાઓમાં ઉત્સાહ વધ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા અને ગુજરાતી સંસ્કૃતિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
bhuj navratri  પરંપરાગત ગરબીમાં સાંસદ વિનોદ ચાવડાનો અનોખો અંદાજ  ખેલૈયાઓ સાથે દાંડિયારાસ રમ્યા
Advertisement

Bhuj Navratri 2026: કચ્છના ભુજમાં નવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વોકળા ફળિયા ગરબા મંડળ ખાતે આયોજિત પરંપરાગત ગરબીમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિશેષ હાજરી આપી હતી. આ દરમિયાન સાંસદે માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ખેલૈયાઓ સાથે દાંડિયારાસ રમતા જોવા મળ્યા હતા. સાંસદના આ અનોખા અંદાજથી ગરબી મંડળમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું.

Tags :
Advertisement

.

×