Kutch News: ભુજમાં જમીન સંપાદન મામલે ખેડૂતો લાલઘૂમ, રેલડી ફાટક પાસે ઉગ્ર વિરોધ
- Bhuj માં જમીન સંપાદન મામલે ખેડૂતોમાં રોષ
- ભુજ તાલુકાના રેલડી ફાટક પાસે ખેડૂતોએ કર્યો વિરોધ
- ખેતરોમાંથી હાઈવે બાયપાસ કાઢતા ખેડૂતોમાં રોષ
- બાયપાસ યોજનાથી 19 ખેડૂતોને સીધી અસર થશે
- પોતાની જમીન બચાવવા ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન
Bhuj farmers protest news: કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ (Bhuj) માં જમીન સંપાદનના મુદ્દે સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી અને આક્રોશ ફાટી નીકળ્યો છે. ભુજ તાલુકાના રેલડી ફાટક (Reldi fatak) પાસે નેશનલ હાઈવેનો નવો બાયપાસ કાઢવાની સરકારી યોજનાનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોતાની ઉપજાઉ જમીનો હાઈવે પ્રોજેક્ટમાં ગુમાવવાનો વારો આવતા ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે.
Bhuj માં જમીન સંપાદન મામલે ખેડૂતોમાં રોષ
આ પ્રસ્તાવિત બાયપાસ યોજનાથી આસપાસના અંદાજે 19 જેટલા ખેડૂતોને સીધી અને મોટી અસર થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. હાઈવે બાયપાસ જો ખેતરોની વચ્ચેથી પસાર કરવામાં આવશે, તો વર્ષોથી ખેતી કરીને ગુજરાન ચલાવતા આ પરિવારોનો જીવનનિર્વાહ છીનવાઈ જવાની ગંભીર ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોતાની કિંમતી જમીન અને રોજગારી બચાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો રેલડી ફાટક પાસે એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Kutch | Bhuj ના રેલડી ફાટક પાસે ખેડૂતોનો પ્રચંડ વિરોધ, હાઈવે બાયપાસ સામે હલ્લાબોલ | Gujarat First
ભૂજમાં જમીન સંપાદન મામલે ખેડૂતોમાં રોષ
ભુજ તાલુકાના રેલડી ફાટક પાસે ખેડૂતોએ કર્યો વિરોધ
ખેતરોમાંથી હાઈવે બાયપાસ કાઢતા ખેડૂતોમાં રોષ
બાયપાસ યોજનાથી 19 ખેડૂતોને સીધી અસર થશે
પોતાની… pic.twitter.com/D7SBodnwuU— Gujarat First (@GujaratFirst) May 21, 2026
તંત્ર સમક્ષ કરી ઉગ્ર રજૂઆત
આ વિરોધ પ્રદર્શનમાં માત્ર ભોગ બનનારા ખેડૂતો જ નહીં, પરંતુ તેમની વહારે સ્થાનિક આગેવાનો અને આજુબાજુના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં સમર્થનમાં જોડાયા હતા. ખેડૂતોએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું છે કે, ખેતીને નુકસાન ન થાય તે રીતે હાઈવે માટે કોઈ વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવે. જમીન સંપાદનની આ આક્રમક નીતિને કારણે સ્થાનિક વહીવટી તંત્ર સામે ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે અને જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ મળી રહ્યા છે.
આ પણ વાંચો: Patan News: રાધનપુરમાં ગેરકાયદે પાણી કનેક્શન મુદ્દે ભારે હોબાળો, તંત્રએ JCB ફેરવ્યું


