ભુજ કોર્ટમાં પોલીસની નજર સામે જ યુવકને છરી ઝીંકી: કાયદાના ઉડ્યા ધજાગરા!
Bhuj Sessions Court: ભુજ સેશન્સ કોર્ટ પરિસરમાં જૂની અદાવતને પગલે એક યુવક પર પેટના ભાગે છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. DySP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ બનેલી આ ઘટનાથી ભારે ચકચાર મચી છે. પોલીસે ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી હુમલાખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Bhuj Sessions Court: કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભુજ સેશન્સ કોર્ટ પરિસર કે જ્યાં કડક પોલીસ બંદોબસ્ત હોય છે, ત્યાં જ ધોળે દિવસે એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જૂની અદાવતમાં અંજામ આપવામાં આવેલી આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો.

