Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kutch : કૌટુંબિક આબરૂ ખાતર યુવકને રહેંસી નખાયો,જાણો શું હતો સમગ્ર વિવાદ?

Kutch : કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉમાં આવેલા હિંમતપુરા ફુલવાડી વિસ્તારમાં ગત ૨૫ ફેબ્રુઆરીએ એક હચમચાવી દેનારી ઘટના (incident) સામે આવી હતી. અંગત અદાવત (enmity) અને કૌટુંબિક વિવાદના કારણે એક યુવકની નિર્મમ (brutal) રીતે હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
kutch   કૌટુંબિક આબરૂ ખાતર યુવકને રહેંસી નખાયો જાણો શું હતો સમગ્ર વિવાદ
Advertisement
  • કચ્છ (Kutch)ના ભચાઉના હિંમતપુરા ફુલવાડીમાં થયેલી હત્યાનો મામલો
  • અંગત અદાવતમાં યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી
  • ભચાઉ પોલીસે મુખ્ય બે આરોપીઓને ઝડપી રિકન્સ્ટ્રક્શન કર્યું
  • હત્યા પાછળ પ્રેમલગ્ન અને કૌટુંબિક આબરૂનો વિવાદ કારણભૂત

Kutch : કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉમાં આવેલા હિંમતપુરા ફુલવાડી વિસ્તારમાં ગત ૨૫ ફેબ્રુઆરીએ એક હચમચાવી દેનારી ઘટના (incident) સામે આવી હતી. અંગત અદાવત (enmity) અને કૌટુંબિક વિવાદના કારણે એક યુવકની નિર્મમ (brutal) રીતે હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ભચાઉ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ મુખ્ય બે આરોપીઓને (accused) ઝડપી પાડ્યા છે.

કચ્છ (Kutch)ના ભચાઉ પોલીસે મુખ્ય બે આરોપીઓને ઝડપી રિકન્સ્ટ્રક્શન કર્યું

કચ્છના ભચાઉમાં આવેલ હિંમતપુરા ફુલવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે બનેલી નિર્મમ હત્યાના કેસમાં ભચાઉ પોલીસે ગુનામાં સંડોવાયેલા મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસના ભાગરૂપે પોલીસ દ્વારા ઘટનાસ્થળે આરોપીઓને સાથે રાખી 'રીકન્સ્ટ્રક્શન'ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેથી હત્યાના ક્રમ અને ઘટનાની ગંભીરતાને વૈજ્ઞાનિક રીતે સમજી શકાય.

Advertisement

Kutch murdar - Gujarat first

Advertisement

શું હતો સમગ્ર મામલો?

ભચાઉના હિંમતપુરા ફુલવાડી વિસ્તારમાં ગત 25 ફેબ્રુઆરીના રોજ એક હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી, જેમાં અંગત અદાવતના કારણે એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. બનાવની વિગતો મુજબ, મૃતક વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોલી હિંમતપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી મેહુલ લાખાભાઈ કોલી અને તેના મિત્ર હર્ષદ શૈલેષભાઈ પ્રજાપતિએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની સફેદ કલરની બોલેરો કેમ્પર ગાડી વિનોદ પર ચડાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં વિનોદને જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં અકસ્માત જેવી લાગતી આ ઘટના પાછળ ઊંડી તપાસ કરતા મર્ડરનો પર્દાફાશ થયો હતો.

પ્રેમલગ્નની અદાવતમાં યુવકની નિર્મમ હત્યા

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મૃતક વિનોદે આરોપી મેહુલની બહેન શિલ્પા સાથે અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. જ્યારે શિલ્પા સગીર વયની હતી ત્યારે વિનોદ તેને ભગાડી ગયો હતો, જે અંગે વર્ષ 2022 માં અપહરણનો ગુનો પણ નોંધાયો હતો. જોકે, શિલ્પા પુખ્ત વયની થયા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. આ વાતનું મેહુલને મનદુઃખ હતું અને તેને લાગતું હતું કે વિનોદના કારણે તેના પરિવારની આબરૂ ખરડાઈ છે. આ અદાવતમાં અગાઉ પણ બંને વચ્ચે બોલાચાલી અને બાઈક અથડાવવા જેવી બાબતે ઝઘડા થયા હતા. અંતે આ વેરનો બદલો લેવા મેહુલે પોતાના મિત્ર હર્ષદની મદદ લઈ વિનોદની હત્યા કરી નાખી હતી.

Kutch murdar - Gujarat first

પોલીસે કાયદેસરની કાર્યવાહી

ભચાઉ પોલીસે ગુનો નોંધ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બંને મુખ્ય આરોપીઓને દબોચી લીધા હતા. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે, પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન (reconstruction) પણ કર્યું હતું, જેથી હત્યાના ક્રમ અને પુરાવાઓને મજબૂતીથી એકત્ર કરી શકાય.

આ પણ વાંચો :  Surat : રસોડામાં અભ્યાસ કરતા કરતા જ 17 વર્ષીય શ્રીકાંતે ફાંસો ખાધો, એકના એક પુત્રના મોતથી પરિવાર સ્તબ્ધ

Tags :
Advertisement

.

×