Kutch: ભુજમાં એક પેડ મા કે નામ 3.0 અભિયાનનો ભવ્ય પ્રારંભ, BSF કેમ્પસ બનશે હરિયાળું
ભુજમાં વડાપ્રધાનના 12 વર્ષના શાસનકાળના ઉપલક્ષમાં 'એક પેડ મા કે નામ 3.0' અભિયાન શરૂ થયું છે. BSF 176 બટાલિયન ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે 30 હજાર વૃક્ષો વાવી 'વન કવચ' બનાવવાનો પ્રારંભ કરાયો. BSF અને વન વિભાગના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં છાયાદાર અને ફળાઉ વૃક્ષોને પ્રાધાન્ય આપી કચ્છમાં હરિયાળી વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
Advertisement
Kutch News: કચ્છના ભુજ ખાતે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં 'એક પેડ મા કે નામ 3.0' (Ek Ped Maa Ke Naam) અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ખાસ અવસરે, આ અભિયાન દ્વારા પ્રકૃતિના જતનનો સંદેશ આપવામાં આવ્યો છે.

