Elon Musk એ CM ભૂપેન્દ્રભાઈ પટેલના ટ્વીટને આવકાર્યું, ગુજરાત સાથે મોટી ડીલ! ઈ-સેવાઓ બનશે વધુ ઝડપી
- Elon Musk Retweet: રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન
- Elon Musk એ રાજ્ય સરકારના સ્ટારલિંક સાથેના MoUને આવકાર્યું
- એલન મસ્કે ભૂપેન્દ્રભાઈ પટેલના ટ્વિટને કર્યુ રિટ્વિટ
Elon Musk Retweet: ગુજરાત સરકારે રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Digital Infrastructure) ને મજબૂત કરવાની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) ના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ એલન મસ્કની માલિકીની કંપની 'સ્ટારલિંક' (Starlink) વચ્ચે સહયોગ માટેના લેટર ઓફ ઈન્ટેન્ટ (Letter of Intent - LoI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીને એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મુખ્યમંત્રીના ટ્વીટને રિટ્વીટ કરીને ઉમળકાભેર આવકારી છે, જે વૈશ્વિક ફલક પર ગુજરાતની વધતી જતી પ્રતિષ્ઠા દર્શાવે છે.
Elon Musk Retweet: મહત્વપૂર્ણ સમજૂતી
ડિસેમ્બર 2025 માં યોજાયેલી પ્રારંભિક બેઠકોમાં તૈયાર થઈ હતી. સ્પેએક્સ (SpaceX) ના વાઈસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર (Lauren Dreyer) અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે થયેલી ફળશ્રુતિ સમાન આ પ્રોજેક્ટ હવે સાકાર થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendrabhai Modi) ના 'ડિજિટલ ઇન્ડિયા' (Digital India) ના સંકલ્પને સાકાર કરવાના લક્ષ્યાંક સાથે આ આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના ખૂણેખૂણે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનો છે.
અંતરિયાળ વિસ્તારોમાં ઈ-સેવાઓ ઝડપી બનશે
આ ટેકનોલોજીના આગમનથી ગુજરાતના અંતરિયાળ (Remote Areas) અને આદિવાસી વિસ્તારો (Tribal Areas) માં ઈ-સેવાઓ (E-services) અત્યંત ઝડપી બનશે. સ્ટારલિંકના સેટેલાઇટ ઇન્ટરનેટ દ્વારા રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (Primary Health Centres - PHCs), સરકારી શાળાઓ (Government Schools) અને ટેલી-મેડિસિન સેન્ટર્સ (Tele-medicine Centres) ને હાઇ-સ્પીડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. આ સુવિધાથી ખાસ કરીને એવા વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધરશે જ્યાં પરંપરાગત ફાઇબર ઓપ્ટિક્સ પહોંચાડવું મુશ્કેલ છે.
રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન
એલન મસ્કે રાજ્ય સરકારના સ્ટારલિંક સાથેના MoUને આવકાર્યું
એલન મસ્કે ભૂપેન્દ્રભાઈ પટેલના ટ્વિટને કર્યુ રિટ્વિટ
એલન મસ્કની સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે લેટર ઓફ ઈન્ટેન્ટ@LaurenDreyer @Starlink @SpaceX @CMOGuj… pic.twitter.com/DDjxS9HKit— Gujarat First (@GujaratFirst) February 10, 2026
કુદરતી આફતો સમયે પણ મળશે સહયોગ
માત્ર સેવાઓ જ નહીં, પણ આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) ક્ષેત્રે પણ આ સહયોગ સીમાચિહ્નરૂપ સાબિત થશે. કુદરતી આફતોના સમયે જ્યારે અન્ય સંચાર માધ્યમો નિષ્ફળ જાય છે, ત્યારે સેટેલાઇટ ઇન્ટરનેટ રાહત અને બચાવ કામગીરીમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવશે. આ સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સરકાર દ્વારા એક 'જોઈન્ટ વર્કિંગ ગ્રુપ' (Joint Working Group) ની રચના કરવામાં આવશે, જે બંને પક્ષો વચ્ચે ટેકનિકલ અને વહીવટી સંકલન સુનિશ્ચિત કરશે. આમ, ગુજરાત હવે ડિજિટલ યુગમાં એક નવી ઊંચાઈ સર કરવા સજ્જ બન્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં એલન મસ્કની એન્ટ્રી: સ્ટારલિંક અને સરકાર વચ્ચે મોટી ડીલ, હવે જંગલોમાં પણ મળશે 5G જેવી સ્પીડ!


