Kutch Diesel Crisis: ડીઝલની કટોકટી નિવારવા FOKIA એ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું ઉકેલો જણાવ્યા
- Kutch માં FOKIA દ્વારા ડીઝલ સપ્લાયને લઈ CM ને પત્ર
- કચ્છ જિલ્લામાં પ્રવર્તી રહેલી ડીઝલ અછત મુદ્દે હસ્તક્ષેપ કરવા અપીલ
- કચ્છના 200 કરતા વધારે પેટ્રોલ પંપ એ ફ્રેશ ઓર્ડર કરવાના બંધ કર્યા
- કમિશન બંધ થતાં પેટ્રોલ પંપ માલિકોએ ફ્રેશ ઓર્ડર રોક્યા
Kutch Diesel Crisis: દેશના સૌથી મોટા કમર્શિયલ હબ ગણાતા કચ્છ (Kutch) જિલ્લામાં સરકારી પરિપત્ર અને ઓઇલ કંપનીઓની નીતિના કારણે ડીઝલની ગંભીર કૃત્રિમ અછત સર્જાઈ છે. આ વિકટ પરિસ્થિતિમાંથી ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટ જગતને ઉગારવા માટે 'ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન' (FOKIA) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM BhupendraPatel) ને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે એક મહત્વનો પત્ર લખીને અપીલ કરવામાં આવી છે.
કચ્છ (Kutch) માં ડીઝલની કટોકટી ઉકેલવા FOKIA નો CM ને પત્ર
પત્રમાં લખવામાં આવ્યું છે કે, કચ્છ જિલ્લો દેશનું એક મોટું મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને નિકાસ-આયાત (EXIM) હબ છે. કંડલા (દીનદયાલ પોર્ટ) અને મુંદ્રા પોર્ટ દેશનો અંદાજે 35% માલસામાન (Cargo) હેન્ડલ કરે છે, જે 12 જેટલા રાજ્યોને સેવા પૂરી પાડે છે. આ સમગ્ર ઇકોસિસ્ટમ અવિરત ડીઝલ સપ્લાય પર નિર્ભર છે.
નવા આદેશમાં શું છે ?
16 મે,2026 ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી (DSO) દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, અંદાજે134 કન્ઝ્યુમર (કેપ્ટિવ) પંપ અને 70 સહકારી મંડળીના પંપ સાથે જોડાયેલા ગ્રાહકોને રિટેલ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સામાન્ય રીતે કન્ઝ્યુમર અને કો-ઓપરેટિવ (સહકારી મંડળી) પંપના માલિકોને અત્યાર સુધી ઓઇલ કંપનીઓ તરફથી કમિશન મળતું હતું, જેના કારણે તેઓ નિયમિત વેચાણ કરતા હતા. પરંતુ, સરકારી પરિપત્ર બાદ આ વ્યવસ્થા પ્રભાવિત થતાં અને બલ્ક માર્કેટમાં ડીઝલના ભાવ રૂ. 137 થી 145 ની સપાટીએ પહોંચી જતાં પંપ માલિકો માટે આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી તેમણે ઓઇલ કંપનીઓને ફ્રેશ ઓર્ડર આપવાનું સંપૂર્ણ બંધ કરી દીધું છે.
મુખ્યમંત્રી પાસે માગી મદદ
આ આર્થિક ખેંચતાણને કારણે કચ્છ જિલ્લામાં આવેલા વિવિધ કન્ઝ્યુમર, કો-ઓપરેટિવ અને રિટેલ આઉટલેટના અંદાજે 220 થી વધુ પેટ્રોલ પંપો પરથી ઇંધણ સુકાવા લાગ્યું છે. જો સરકાર તાત્કાલિક આ મુદ્દે હસ્તક્ષેપ કરીને રિટેલ પંપ ધારકોની સ્થિતિ યથાવત રાખવા અને પુરવઠો સુનિશ્ચિત કરવા આદેશ નહીં આપે તો કંડલા અને મુંદ્રા પોર્ટ પરથી થતી દેશની 35 % કાર્ગો મુવમેન્ટ (Cargo Movement) સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાની ભીતિ છે. FOKIA એ સીએમને પત્ર લખીને પુરવઠા અધિકારીને યોગ્ય સૂચના આપી આ કૃત્રિમ અછત તાકીદે દૂર કરવા મદદ માગી છે.
કટોકટી સર્જાવાનું મુખ્ય કારણ શું છે?
ભાવમાં મોટો તફાવત
પશ્ચિમ એશિયાની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ (Geopolitical Situation) ને કારણે ઓઇલ કંપનીઓએ (OMCs) કેપ્ટિવ અને કો-ઓપરેટિવ પંપ માટે ડીઝલનો ભાવ વધારીને રૂ. 137 થી રૂ. 145પ્રતિ લીટર કરી દીધો છે, જ્યારે સામાન્ય રિટેલ પંપ પર ભાવ ઘણો ઓછો છે.
પંપો બંધ થવા
ભાવમાં આટલો મોટો તફાવત હોવાથી કેપ્ટિવ/સહકારી પંપ ઓપરેટરો માટે ઓઇલ કંપનીઓ પાસેથી ખરીદી કરવી આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી તેમણે નવા ઓર્ડર બંધ કર્યા, જેથી આ પંપો ખાલી (Drying up) થઈ ગયા છે.
રિટેલ પંપ પર અચાનક ઘસારો
આ પંપો બંધ થતાં જ તમામ ગ્રાહકો સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ તરફ વળ્યા છે. તેની સામે ઓઇલ કંપનીઓ રિટેલ પંપો પર જૂના/સામાન્ય વપરાશના આધારે જ સપ્લાય આપી રહી હોવાથી બજારમાં ડીઝલની ગંભીર અછત (Severe Shortage) અને કૃત્રિમ કટોકટી સર્જાઈ છે.
FOKIA દ્વારા સૂચવવામાં આવેલા 3 મુખ્ય ઉકેલો
પત્રના અંતે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકે દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ કટોકટી નિવારવા ૩3 ઉપાયો રજૂ કરવામાં આવ્યા છે
વાહનોનું રજીસ્ટ્રેશન તપાસવું
ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર (DSO) કેપ્ટિવ અને સહકારી પંપના યુઝર્સના વાહનોની વિગતો મેળવે, જેથી રિટેલ પંપ ઓપરેટરો આવા વાહનોને ટ્રેક કરીને નિયમનું પાલન કરાવી શકે.
ભાવ સરખા કરવા (સૌથી શ્રેષ્ઠ વિકલ્પ)
ગુજરાત સરકાર આ મામલે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરે અને ઓઇલ કંપનીઓ (OMCs) ને ગ્રાહક/સહકારી પંપોને પણ સામાન્ય રિટેલ દર સમાન કિંમતે ડીઝલ આપવા આદેશ કરે.
રિટેલ પંપનો સપ્લાય વધારવો
જો કેપ્ટિવ ગ્રાહકો રિટેલ પંપ પરથી ડીઝલ લે, તો ઓઇલ કંપનીઓએ તે વધારાની માંગને પહોંચી વળવા માટે રિટેલ પંપોનો દૈનિક ડીઝલ કોટા (Allocation) પણ તેટલા પ્રમાણમાં વધારી આપવો જોઈએ. ચેતવણી: પત્રમાં જણાવાયું છે કે જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો તેની ગંભીર અસર દેશની મોટી સપ્લાય ચેઈન અને આયાત-નિકાસ (EXIM) પર પડશે.
આ પણ વાંચો: Vav Tharad News: દિયોદરમાં સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ,12 સભ્યોને રાજસ્થાન ખસેડાયા


