કલેક્ટર કચેરી સામે પરિવારોએ ધરણાં ચાલુ રાખ્યાં
મકાનની માગને લઈને પરિવારોનો વિરોધ તહેવારો વચ્ચે પણ યથાવત છે. મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ધરણામાં જોડાયા છે. પરિવારોનું કહેવું છે કે જ્યાં સુધી તેમના રહેઠાણનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલનમાંથી હટવાના નથી. લાંબા સમયથી ચાલી રહેલા આ વિરોધને કારણે હવે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. 'ગરીબ હિંદુઓ'ને ઘર આપોના બેનર લગાવાયા છે.
ચાર વ્યક્તિઓએ શરૂ કરી ભૂખ હડતાલ
આંદોલનને વધુ ઉગ્ર બનાવતા આજે સાંજે 5 વાગ્યાથી ચાર વ્યક્તિઓએ ભૂખ હડતાલ શરૂ કરી છે. સામાજિક આગેવાન લખન ધુંવા સહિત ચાર વ્યક્તિઓ ભૂખ હડતાલ પર બેઠા છે. માગનો નિકાલ ન આવે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલાંથી હવે વહીવટી તંત્ર પર પરિવારોની માંગ અંગે નિર્ણય લેવાનું દબાણ વધ્યું છે.
તહેવારોમાં પણ વિરોધ યથાવત
એક તરફ તહેવારોની ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ 300 પરિવારો પોતાના રહેઠાણના પ્રશ્નને લઈને કલેક્ટર કચેરી સામે બેસી રહ્યા છે. પરિવારજનો કાયમી મકાનની વ્યવસ્થા કરવાની માંગ પર મક્કમ છે. મહિલાઓ અને બાળકોની હાજરી વચ્ચે ચાલી રહેલા આ ધરણામાં પરિવારો પોતાની સમસ્યાનો ઝડપી ઉકેલ આવે તેવી માગ કરી રહ્યા છે.
હવે તંત્રના નિર્ણય પર સૌની નજર
ગાંધીધામમાં દબાણ હટાવ્યા બાદ મકાન વિહોણા થયેલા 300 જેટલા પરિવારોના રહેઠાણનો પ્રશ્ન હવે મહત્વનો બન્યો છે. પરિવારો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયમી નિકાલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ચાર વ્યક્તિઓની ભૂખ હડતાલ બાદ હવે વહીવટી તંત્ર આ મામલે શું નિર્ણય લે છે અને પરિવારોને કઈ રાહત મળે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચોઃ Anjar Murder Case: પત્નીનું પાડોશી સાથે અફેર નીકળ્યું! આડખીલી બનતા પતિને પતાવી દીધો, લખ્ખુભાઈની હત્યાનો ભેદ ઉકેલાયો
આ પણ વાંચોઃ Kutch News: કફ સીરપની આડમાં નશાનો ખેલ, બોટલો જોઈ પોલીસ પણ ચોંકી!