Gandhidham encroachment removal: ગાંધીધામમાં ચોમાસાની તૈયારી, નાળા પરના ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું
ચોમાસાના આગમન પૂર્વે ગાંધીધામમાં તંત્ર હરકતમાં આવ્યું છે. વરસાદી પાણીના નિકાલમાં નડતરરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. નાળાઓ પરના દબાણો હટાવવા સાથે જોખમી ઈમારતોને અપાયેલી નોટિસોથી શહેરીજનોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. શું આ કાર્યવાહી માત્ર દેખાડો છે કે પછી આ વખતે જળબંબાકારની સ્થિતિથી શહેરને બચાવી શકાશે? આ સવાલના જવાબ માટે તંત્રની આ ઝુંબેશ પર સૌની નજર ટકેલી છે.
Advertisement
Gandhidham encroachment removal: ગાંધીધામ શહેરમાં ચોમાસા પૂર્વે તંત્રએ નાળાઓ સાફ કરવાની કવાયત શરૂ કરી છે. વરસાદી પાણીનો નિકાલ સુચારૂ બનાવવા નાળાઓ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પાણીના પ્રવાહમાં આવતી અડચણો દૂર થવાથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ ટળી શકે છે. વિવિધ વિસ્તારોમાં અધિકારીઓનો કાફલો આ કામગીરી માટે સતત દોડધામ કરી રહ્યો છે.

