Gandhidham Navratri: ગાંધીધામના રાસ ઓફ કચ્છમાં MLA માલતીબેન મહેશ્વરીનો અનોખો અંદાજ, ઢોલ વગાડી ગરબાની જમાવી રંગત
Gandhidham માં આયોજિત રાસ ઓફ કચ્છ નવરાત્રી મહોત્સવમાં ગરબા અને દાંડિયારાસની રંગત જોવા મળી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જાતે ઢોલ વગાડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના ઢોલવાદનથી ખેલૈયાઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી નવરાત્રીનો આનંદ માણ્યો હતો. સમગ્ર મહોત્સવમાં ભક્તિ અને ઉત્સાહનો સુંદર માહોલ સર્જાયો હતો.
Advertisement
Gandhidham Navratri: કચ્છના ગાંધીધામમાં આયોજિત રાસ ઓફ કચ્છ નવરાત્રી મહોત્સવમાં ગરબા અને દાંડિયારાસની જબરદસ્ત રંગત જોવા મળી હતી. નવરાત્રીના ઉત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને પરંપરાગત ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા હતા. આ દરમિયાન ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી (Maltiben Maheshwari) એ જાતે ઢોલ વગાડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ધારાસભ્યના ઢોલવાદનથી ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મહોત્સવનું વાતાવરણ વધુ જીવંત બન્યું હતું.

