Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Great Indian Bustard : લુપ્ત થતી પ્રજાતિને મળ્યું નવું જીવન! કચ્છમાં વન વિભાગની મહેનત રંગ લાવી, દુર્લભ ઘોરાડના અસ્તિત્વની જાગી નવી આશા

Great Indian Bustard : ગુજરાતના કચ્છના નલિયામાં હાથ ધરાયેલા 'જમ્પ સ્ટાર્ટ' પ્રોજેક્ટ હેઠળ જન્મેલું દુર્લભ ઘોરાડ (Great Indian Bustard)નું બચ્ચું સફળતાપૂર્વક જીવનના સૌથી નાજુક પ્રથમ 40 દિવસ પાર કરી ચૂક્યું છે. વિશ્વની અતિ ભયગ્રસ્ત પ્રજાતિના સંરક્ષણ માટે આ ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. રાજ્ય સરકાર, વન વિભાગ અને નિષ્ણાતોની મહેનતે ઘોરાડના સંરક્ષણને નવી આશા આપી છે.
great indian bustard   લુપ્ત થતી પ્રજાતિને મળ્યું નવું જીવન  કચ્છમાં વન વિભાગની મહેનત રંગ લાવી  દુર્લભ ઘોરાડના અસ્તિત્વની જાગી નવી આશા
Advertisement

Great Indian Bustard : ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા ‘જમ્પ સ્ટાર્ટ’ (Jump Start) પ્રોજેક્ટ અંતર્ગત ગત 21 મે 2026ના રોજ જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડ (Great Indian Bustard - GIB) નું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પાર કરી ગયું છે. વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાં સામેલ એવા આ પક્ષીના અસ્તિત્વને બચાવવાની દિશામાં આ એક આશાસ્પદ અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું.

Tags :
Advertisement

.

×