કચ્છમાં દાયકા બાદ ગુંજ્યો 'ઘોરાડ'નો કિલકિલાટ! વન વિભાગનું 'ઓપરેશન એગ ટ્રાન્સફર' સફળ, જાણો અદભૂત કહાની
- કચ્છના રણમાં 10 વર્ષ બાદ 'ઘોરાડ'ના બચ્ચાનું આગમન! (Great Indian Bustard Gujarat)
- વન વિભાગના 'ઓપરેશન એગ ટ્રાન્સફર' ને મળી મોટી સફળતા
- રાજસ્થાનથી 19 કલાકની મુસાફરી કરી ફલિત ઈંડું કચ્છ લવાયું
- 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' પદ્ધતિથી અશક્ય કામ શક્ય બન્યું
- અબડાસામાં માદા ઘોરાડે કુદરતી રીતે ઈંડાનું સેવન કર્યું
ગુજરાતના વન્યજીવ સંરક્ષણ (Wildlife Conservation) ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકા બાદ અત્યંત દુર્લભ એવા Great Indian Bustard Gujarat (ઘોરાડ) ના બચ્ચાનો જન્મ થયો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતાને રાજ્ય માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.
Great Indian Bustard Gujarat : શું છે 'ઓપરેશન એગ ટ્રાન્સફર'?
કચ્છમાં ઘોરાડની વસ્તીમાં નર પક્ષીઓની ગેરહાજરી એક મોટી સમસ્યા હતી. માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ તે અફલિત (Infertile) રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે વન વિભાગે 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' (Jumpstart Approach) અપનાવ્યો. આ મિશન હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફલિત ઈંડું (Fertile Egg) પસંદ કરવામાં આવ્યું હતું.
Heartening news from Kutch! The sight of a Great Indian Bustard chick after a decade in Gujarat is truly a moment of pride and hope.
Guided by the visionary leadership of Hon’ble PM Shri @narendramodi ji, Project GIB continues to achieve remarkable milestones through innovation… https://t.co/wVlz8nc4CM
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 28, 2026
Great Indian Bustard Gujarat : 19 કલાકની સાહસિક મુસાફરી
આ ફલિત ઈંડાને પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં (Portable Incubator) સુરક્ષિત રાખીને રાજસ્થાનથી સતત 19 કલાક સુધી રોડ માર્ગે મુસાફરી કરાવી કચ્છ લાવવામાં આવ્યું હતું. 22 માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું (Nest Replacement). માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કરવામાં આવ્યું અને 26 માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો.
પ્રોજેક્ટ GIB અને ભવિષ્યનું આયોજન
વર્ષ 2011માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ શરૂ થયેલા 'પ્રોજેક્ટ GIB' (Project GIB) ને આનાથી મોટું બળ મળ્યું છે. હાલમાં વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII) અને ગુજરાત વન વિભાગની ટીમ દ્વારા બચ્ચા અને માદા પક્ષીનું સતત નિરીક્ષણ (Monitoring) કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ સંયુક્ત પ્રયાસોને સોશિયલ મીડિયા પર બિરદાવ્યા છે.
બચ્ચાનું આગમન ગૌરવશાળી ક્ષણ : CM
"એક દાયકા બાદ ઘોરાડના બચ્ચાનું આગમન ગૌરવ અને આશાની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને સંયુક્ત સંરક્ષણ પ્રયાસોથી આ સીમાચિહ્નરૂપ સફળતા મળી છે. જૈવવિવિધતાના જતન માટેની અમારી આ પ્રતિબદ્ધતા વન વિભાગ અને વૈજ્ઞાનિકોની અસાધારણ મહેનતનું પરિણામ છે."
આ પણ વાંચો : Gujarat Weather News: ગુજરાતમાં 3 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા, હવામાન વિભાગનું એલર્ટ


