Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Coastal Drugs Seized: કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠેથી કરોડોનું ચરસ ઝડપાયું

Gujarat Coastal Drugs Seized: ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠા પરથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કચ્છના ક્રીક વિસ્તાર અને દ્વારકાના કલ્યાણપુર દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓએ મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો કબજે કર્યો છે.
gujarat coastal drugs seized  કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠેથી કરોડોનું ચરસ ઝડપાયું
Advertisement
  • Gujarat માં ફરી એક વાર દરિયાકાંઠે ડ્રગ્સ ઝડપાયું
  • કચ્છ અને દ્વારકામાંથી કરોડોનું ચરસ ઝડપાયું!
  • કચ્છમાં BSF એ ઝડપ્યા 10 ચરસના પેકેટ
  • દ્વારકાના કલ્યાણપુરમાંથી 4.5 કિલો ચરસ ઝડપાયું

Gujarat Coastal Drugs Seized: ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠા પરથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કચ્છના ક્રીક વિસ્તાર અને દ્વારકાના કલ્યાણપુર દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓએ મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો કબજે કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડોમાં હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

Gujarat માં ફરી એક વાર દરિયાકાંઠે ડ્રગ્સ ઝડપાયું

કચ્છના દરિયાઈ સરહદી વિસ્તારમાં BSFની 176 બટાલિયન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ક્રીક વિસ્તારમાંથી (Creek Area) વધુ 10 બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. મહત્વની વાત એ છે કે, છેલ્લા 10 દિવસમાં કચ્છના દરિયાકાંઠેથી કુલ 59 જેટલા ડ્રગ્સના પેકેટ (Drug Packets) મળી ચૂક્યા છે. સતત મળી રહેલા આ જથ્થાને પગલે સીમા સુરક્ષા દળ (BSF) અને અન્ય સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક બની છે.

Advertisement

Gujarat Coastal Drugs Seized-Gujarat first

Advertisement

દ્વારકામાં રુ. 2.27 કરોડનું ચરસ કબજે

બીજી તરફ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર (Kalyanpur) નજીક દરિયાકાંઠે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કલ્યાણપુર પોલીસે દરિયામાં તણાઈ આવેલા શંકાસ્પદ પેકેટોમાંથી 4.548 કિલો ચરસ ઝડપી પાડ્યું છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત (International Market Value) અંદાજે ₹2.27 કરોડ જેટલી થાય છે. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Coastal Drugs Seized-Gujarat first

સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ

ગુજરાતના દરિયાકાંઠે આ પ્રકારે ડ્રગ્સના પેકેટ તણાઈ આવવાની ઘટનાઓને પગલે સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં સઘન ચેકિંગ (Intensive Checking) વધારી દેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસ દરમિયાન પકડાઈ જવાના ડરથી માફિયાઓએ આ જથ્થો દરિયામાં ફેંકી દીધો હોઈ શકે છે. હાલમાં પોલીસ અને BSF દ્વારા સમગ્ર વિસ્તારને ખૂંદી વળવા માટે કોમ્બિંગ (Combing) હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Junagadh: બાંટવા પ્રમુખ હુમલા કેસમાં 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ, શું ખુલાસો થયો?

Tags :
Advertisement

.

×