Gujarat Earthquake News : ગુજરાતના બે જિલ્લાઓમાં ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા?
- ગુજરાત (Gujarat) માં ફરી એકવાર ધરા ધ્રૂજી
- કચ્છ (Kutch) ના દૂધઈમાં 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- નવસારી (Navsari) ના વાંસદામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
- ગઈકાલે કચ્છના ભચાઉ અને દાહોદમાં પણ આંચકા આવ્યા હતા
Gujarat Earthquake News : ગુજરાત (Gujarat) માં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. રાજ્યના બે અલગ-અલગ છેડા પર આવેલા જિલ્લાઓ - કચ્છ (Kutch) અને નવસારી (Navsari) માં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સતત બીજા દિવસે ભૂસ્તરિય હલચલ જોવા મળતા સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત (Gujarat) માં ફરી એકવાર ધરા ધ્રૂજી
કચ્છના દૂધઈ (Dudhai) પાસે મોડી રાત્રે 12:46 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી આશરે 23 કિમી દૂર નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ કચ્છના ભચાઉ (Bhachau) માં આંચકો અનુભવાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં પણ આંચકો
કચ્છની સાથે જ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પણ ભૂકંપ નોંધાયો છે. નવસારીના વાંસદા (Vansda) માં સવારે 9:59 કલાકે 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું એપિ સેન્ટર વાંસદાથી 23 કિમી દૂર નોંધાયું છે.
ગઈકાલે કચ્છના ભચાઉ અને દાહોદમાં પણ આંચકા આવ્યા હતા
ગઈકાલે કચ્છ ઉપરાંત દાહોદ (Dahod) માં પણ આંચકા અનુભવાયા હતા, જે દર્શાવે છે કે રાજ્યના અલગ-અલગ ભાગોમાં ફોલ્ટ લાઈન સક્રિય થઈ રહી છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
આ પણ વાંચો : Vadodara : ઘર સામે શ્વાનને ટોયલેટ કરાવવાની ના પાડી તો યુવકે મહિલાના માથામાં બેટ ફટકાર્યું


