Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન, મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ, શંકાસ્પદ હિલચાલ પર કડક નજર

કચ્છના વિશાળ દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા અત્યંત મહત્વની સુરક્ષા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સંવેદનશીલ સરહદો પર વધતું પેટ્રોલિંગ અને માછીમારોની જાગૃતિ શું કોઈ મોટા ખતરાને રોકવા માટે છે? સમુદ્રમાં તણાઈ આવતી શંકાસ્પદ વસ્તુઓ અને ડ્રગ્સના પેકેટોને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે.
kutch  દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન  મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ  શંકાસ્પદ હિલચાલ પર કડક નજર
Advertisement

ગુજરાતના સંવેદનશીલ એવા કચ્છ (Kutch) ના દરિયાકાંઠે રાષ્ટ્રીય સુરક્ષાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ (Marine Task Force) દ્વારા એક ખાસ પેટ્રોલિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા (Amit Vishwakarma) અને DIGP એ. એમ. મુનિયા (A. M. Muniya) ના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી

કચ્છના જખૌ (Jakhau) સેક્ટર ખાતે Dysp આર.એમ. ચૌધરી (R. M. Chaudhary) ના નેતૃત્વમાં મરીન કમાન્ડોની ટીમે દરિયાઈ સરહદો પર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી છે. આ ડ્રાઈવ હેઠળ સિંધોડી બીચ (Sindhodi Beach), સૈયદ સુલેમાન, ભારત સોલ્ટ અને શિયાળબારી સુધીના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કમાન્ડો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Kutch: કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવાનો  હેતુ

આ સુરક્ષા ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સ (Drugs) અને કેફી પદાર્થોની દરિયાઈ માર્ગે થતી હેરાફેરી અટકાવવાનો છે. મરીન પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો સાથે ખાસ સંવાદ કરી તેમને શંકાસ્પદ બોટો કે વ્યક્તિઓની હિલચાલ અંગે તુરંત પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ, હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સમુદ્રમાં તૂટી પડેલા જહાજો, બોટો કે મિસાઈલના અવશેષો તણાઈને કિનારે આવવાની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

Advertisement

મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ વિસ્તારામાં ચેકિંગ

તોફાની દરિયાના કારણે અવારનવાર બિનવારસી ડ્રગ્સના પેકેટો કિનારે મળી આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને સ્થાનિકોને પણ જાગૃત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી સુરક્ષાને સર્વોપરી રાખીને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદને અભેદ્ય બનાવવા માટે આ કવાયત હાથ ધરાઈ છે. સ્થાનિક રહીશોને વહીવટીતંત્રને પૂર્ણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Jaisalmer Power Outage : ભીષણ વાવાઝોડાએ ઉખેડ્યા 1500 વીજળીના થાંભલા, 200 ગામ અંધારામાં!

Tags :
Advertisement

.

×