Kutch Rare Snakes : કચ્છના રણમાં મળ્યા 'Royal' અને 'Sand' સાપ, અતિ દુર્લભ પ્રજાતિએ કુતૂહલ વધાર્યું!
કચ્છના ખાવડા વિસ્તારમાં વન વિભાગના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન કુદરતનું એક અનોખું રહસ્ય સામે આવ્યું છે. વનકર્મીઓને એક જ સ્થળે બે અલગ પ્રજાતિના સાપ જોવા મળતાં વન્યજીવ નિષ્ણાતોમાં ઉત્સુકતા વધી છે. ખાસ વાત એ છે કે આમાંથી એક સાપની હાજરી કચ્છના જૂના ઐતિહાસિક રેકોર્ડ સાથે જોડાયેલી છે.
Advertisement
Kutch Rare Snakes : કચ્છના ખાવડા વિસ્તારમાં વન વિભાગના પેટ્રોલિંગ દરમિયાન બે અલગ પ્રજાતિના સાપ જોવા મળતાં વન્યજીવપ્રેમીઓમાં ઉત્સુકતા સર્જાઈ છે. કાળા ડુંગર નજીક આવેલા ખાવડા રાઉન્ડ વિસ્તારમાં બ્લેક હેડેડ રોયલ સ્નેક (Black-headed Royal Snake) અને એફ્રો-એશિયન સેન્ડ સ્નેક (Afro-Asian Sand Snake)ની હાજરી નોંધાઈ છે. ખાસ કરીને બીજી પ્રજાતિની કચ્છમાં અત્યંત દુર્લભ હાજરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

