Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સત્તાનું નવું સમીકરણ: Panchayat Election પહેલા મોટો ઉલટફેર! કયા જિલ્લામાં કઈ જ્ઞાતિના પ્રમુખ બનશે?

District Panchayat President Rotation: ગુજરાત સરકારે જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર કર્યું છે. જેમાં 2 બેઠકો SC, 8 બેઠકો ST અને 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 17 બેઠકો સામાન્ય કેટેગરી માટે રહેશે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવી મહત્વની પંચાયતોમાં OBC પ્રમુખ આવશે, જ્યારે દ્વારકા અને વાવમાં SC પ્રમુખની વરણી થશે.
સત્તાનું નવું સમીકરણ  panchayat election પહેલા મોટો ઉલટફેર  કયા જિલ્લામાં કઈ જ્ઞાતિના પ્રમુખ બનશે
Advertisement
  • Panchayat Election: જિલ્લા-તા.પંચાયતના પ્રમુખ પદ માટે રોટેશન જાહેર
  • 2 જિલ્લા પંચાયતના પ્રમુખ માટે અનુસૂચિત જાતિ અનામત બેઠક
  • 8 જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત
  •  7 જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ OBC માટે અનામત
  • 17 જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ સામાન્ય કેટેગરી માટે રહેશે
  • અમદાવાદ, રાજકોટ ,સાબરકાંઠામાં પ્રમુખ પદ OBC માટે અનામત

Gujarat Panchayat Election: ગુજરાત રાજ્યના વિકાસના પાયા સમાન પંચાયતી રાજ (Panchayati Raj) માં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી ટર્મ માટે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન (Rotation) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત સાથે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને દાવેદારોએ પોતપોતાની ગોઠવણ શરૂ કરી દીધી છે.

જિલ્લા પંચાયતોમાં અનામત બેઠકોનું ગણિત

નવા રોટેશન મુજબ, રાજ્યની કુલ જિલ્લા પંચાયતોમાં જ્ઞાતિ આધારિત અનામતનું સચોટ પાલન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યની કુલ જિલ્લા પંચાયતોમાંથી 2 જિલ્લા પંચાયત (District Panchayat) ના પ્રમુખ પદ અનુસૂચિત જાતિ (Scheduled Caste - SC) માટે અનામત રાખવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) અને વાવ-થરાદ (Vav-Tharad) વિસ્તારની બેઠકોનો સમાવેશ થાય છે.

Advertisement

8 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત

બીજી તરફ, આદિવાસી વસ્તી ધરાવતા અને અંતરિયાળ વિસ્તારોના પ્રતિનિધિત્વ માટે રાજ્યની 8 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ (Scheduled Tribe - ST) માટે અનામત રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં આણંદ (Anand), દાહોદ (Dahod), ડાંગ (Dang), ખેડા (Kheda), કચ્છ (Kutch), મોરબી (Morbi), નર્મદા (Narmada) અને તાપી (Tapi) જિલ્લા પંચાયતોનો સમાવેશ થાય છે.

Advertisement

OBC અને સામાન્ય કેટેગરીની સ્થિતિ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC) માટે પણ સરકારે મહત્વની ફાળવણી કરી છે. રાજ્યની 7 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ પદ OBC કેટેગરી માટે અનામત રહેશે. આ યાદીમાં અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), સાબરકાંઠા (Sabarkantha), સુરત (Surat), સુરેન્દ્રનગર (Surendranagar), વડોદરા (Vadodara) અને વલસાડ (Valsad) જેવા મહત્વના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બાકી રહેતી 17 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ પદ સામાન્ય કેટેગરી (General Category) માટે રાખવામાં આવ્યું છે, જ્યાં બિન-અનામત વર્ગના ઉમેદવારો પ્રમુખ બની શકશે.

સ્થાનિક સ્તરે સમીકરણો બદલાયા

આ રોટેશન આવવાથી ઘણા પ્રભાવી નેતાઓના સમીકરણો બદલાયા છે. ખાસ કરીને જે જિલ્લાઓમાં બેઠકો અનામત થઈ છે ત્યાં નવા ચહેરાઓને તક મળશે, જ્યારે સામાન્ય બેઠકો પર રસાકસી જોવા મળશે. તાલુકા પંચાયત (Taluka Panchayat) સ્તરે પણ આ જ રીતે રોટેશન લાગુ કરવામાં આવ્યું હોવાથી ગ્રામીણ સ્તરે સત્તાનું નવું વિકેન્દ્રીકરણ થશે.

આ પણ વાંચો: રાધનપુર કોંગ્રેસમાં મોટું ભંગાણ: Local Body Election પહેલા 300થી વધુ કાર્યકરોએ છેડો ફાડ્યો

Tags :
Advertisement

.

×